સફરજન ભરીને જઈ રહેલી ટ્રકની બ્રેક ફેઈલ થઇ જતા એક પછી એક ગાડીઓને મારી ટક્કર, એક ગાડીનની ઉપર જ પલ્ટી મારતી ગાડી સાથે અંદર બેઠેલા લોકોનો પણ નીકળી ગયો કચ્ચરઘાણ, 2 લોકોના મોત, જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો
Shimla Truck Accident Live Video : ગુજરાત સમેત દેશભરમાં અકસ્માતના ઘણા બધા મામલાઓ સામે આવતા હોય છે. કેટલાય મામલાઓ એવા પણ હોય છે જે સાંભળીને આપણા પણ રૂંવાડા ઉભા થઇ જાય. ઘણા લોકો રોજ રોજ અક્સ્માતોમાં પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. મોટાભાગના અકસ્માત રોડ પર ગેરકાળજીના લીધે જ સર્જાતા હોય છે. ત્યારે હાલ એક એવા જ અકસ્માતની ઘટના શિમલામાંથી સામે આવી છે. જ્યાં એક ટ્રકે ગાડીઓને ટક્કર મારી જેમાં 2 લોકોના મોત થયા છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.
4 ગાડીને મારી ટક્કર :
હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના ચૈલા ખાતે સાંજે સફરજનથી ભરેલી ટ્રોલીની અડફેટે ચાર વાહનો આવી ગયા હતા. આ અકસ્માતમાં કારમાં સવાર એક મહિલા સહિત બે લોકોના મોત થયા હતા. તેમના મૃતદેહોને થિયોગ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. કુલ 4 વાહનો ટ્રોલીની ચપેટમાં આવી ગયા હતા. ટ્રોલીની ટક્કરથી ત્રણ વાહનોને ભારે નુકસાન થયું છે જ્યારે ચોથું વાહન નંબર તેની નીચે દબાઈ ગયું હતું. તેને જેસીબી અને એલએનટીની મદદથી ટ્રોલીની નીચેથી બહાર કાઢવામાં આવ્યું અને તેમાંથી બે લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
ઘટનાનો લાઈવ વીડિયો આવ્યો સામે :
આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. ઘટનાની થોડીક સેકન્ડ પહેલા ઘટના સ્થળે સફરજનના ઘણા વેપારીઓ મીડિયા કર્મચારીઓ સાથે વાત કરી રહ્યા હતા અને પોલીસ કર્મચારીઓ પણ સ્થળ પર તૈનાત હતા. આ દરમિયાન ટ્રોલી વાહનોને કચડીને આગળ વધી હતી. સામાન્ય રીતે, નારકંડાથી સફરજન ભરેલી ટ્રોલીઓ થિયોગ-ફાગુ-શિમલા થઈને બહારના રાજ્યોની મંડીઓમાં મોકલવામાં આવે છે, પરંતુ આ વખતે પોલીસે સિમલા શહેરમાં મોટી ટ્રોલીઓના પ્રવેશ પર રોક લગાવી દીધી છે. જેના કારણે ટ્રોલી ચૈલા-કૈંચી-રાજગઢ થઈને બહારના રાજ્યમાં જતી હતી.
બ્રેક ફેઈલ થતા સર્જાયો અકસ્માત :
પોલીસની અત્યાર સુધીની તપાસ મુજબ ટ્રોલીની બ્રેક ફેઈલ થવાના કારણે આ અકસ્માત થયો હતો. આ બાબતના સંદર્ભમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ મંગળવારે સાંજે કહ્યું કે શિમલા જિલ્લામાં એક ઝડપી ટ્રક પલટી અને અનેક વાહનો સાથે અથડાતા બે લોકોના મોત થયા છે. આ અકસ્માત શિમલા જિલ્લાના થિયોગ ચૈલા રોડ પર થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રક ચાલકે કાબૂ ગુમાવી દીધો અને રસ્તા પર પાર્ક કરેલા ચારથી પાંચ વાહનોને ટક્કર મારી.
View this post on Instagram