વિદેશી છોકરીને ડેટ કરી રહ્યો છે શિખર ધવન ? ભારત બાંગ્લાદેશ મેચમાં મિસ્ટ્રી ગર્લ સાથે આવ્યો નજર

ગોરી મેમની બાજુમાં બેસી મોજથી મેચ જોતો જોવા મળ્યો શિખર ધવન, આખરે કોણ છે આ મિસ્ટ્રી ગર્લ ?

ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત બાંગ્લાદેશને 6 વિકેટે હરાવીને કરી. ટીમ ઈન્ડિયાએ 229 રનનો લક્ષ્યાંક 21 બોલ બાકી રહેતા પ્રાપ્ત કરી લીધો. મોહમ્મદ શમીના પાંચ વિકેટ બાદ, શુભમન ગિલે બેટથી શાનદાર પ્રદર્શન કર્યું, તેણે સદી ફટકારી. ચેમ્પિયન્સ ટ્રોફીનો બ્રાન્ડ એમ્બેસેડર શિખર ધવન પણ મેચ જોવા પહોંચ્યો હતો. આ દરમિયાન સ્ટેન્ડમાં તેની સાથે એક વિદેશી મહિલા બેઠેલી જોવા મળી.

ચાહકોમાં ચર્ચા તેજ થઈ ગઈ કે આ મહિલા કોણ છે ? થોડા સમય પહેલા શિખર ધવન એરપોર્ટ પર એક વિદેશી મહિલા સાથે જોવા મળ્યો હતો અને હવે ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ મેચમાં તે ફરીથી એક વિદેશી મહિલા સાથે બેસીને મેચનો આનંદ માણતો જોવા મળ્યો. અહેવાલ છે કે તે મહિલા સોફી છે, જેને ધવન ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. એ સ્પષ્ટ છે કે બંને વચ્ચે મિત્રતા છે. જો કે, એ કહી શકાય નહીં કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

તેઓ ફક્ત મિત્રો તરીકે પણ મેચ જોવા માટે ભેગા થયા હોઇ શકે છે. શિખર ધવને 2012માં આયશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા, જે તેનાથી ઘણી મોટી છે. બંનેને એક દીકરો પણ છે. થોડા સમય પહેલા શિખર ધવન અને આયશા અલગ થઇ ગયા. ત્યારથી શિખર ધવન એકલવાયું જીવન જીવી રહ્યો છે. તેણે અનેક વખત પોતાના પુત્રથી અલગ થવાનું દુઃખ વ્યક્ત કર્યું છે. જણાવી દઈએ કે ધવનનો દીકરો ઓસ્ટ્રેલિયામાં તેની માતા સાથે રહે છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!