પાકિસ્તાનથી થઇ મોટી ભૂલ, ENG-AUS મેચ દરમિયાન વાગ્યુ ભારતનું રાષ્ટ્રગાન- જુઓ વીડિયો

પાકિસ્તાની ધરતી પર ગુંજ્યુ ભારતનું રાષ્ટ્રગાન, ખરાબ રીતે ટ્રોલ થયુ PCB, વીડિયો જોઇ બધા હેરાન

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ચોથી મેચ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાઈ. આ મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટને ટોસ જીતીને ઇંગ્લેન્ડને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું. આ મેચ શરૂ થાય તે પહેલા કંઈક એવી ઘટના બની જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી. ટોસ પછી હંમેશની જેમ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમો રાષ્ટ્રગીત માટે મેદાનમાં પહોંચી.

આ મેચ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહી હતી એટલે બંને ટીમોના રાષ્ટ્રગીત વગાડવામાં આવવાના હતા. જો કે આ સમય દરમિયાન મેચ આયોજકોએ મોટી ભૂલ કરી. ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત શરૂ થાય તેની થોડી સેકન્ડ પહેલા મેચ આયોજકોએ ભારતીય રાષ્ટ્રગીત વગાડ્યું, જેના કારણે હવે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. ભારતનું રાષ્ટ્રગીત વાગતાં જ હંગામો મચી ગયો. બંને ટીમોના ખેલાડીઓ એકબીજા સામે જોતા રહ્યા. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

આ ભૂલ બાદ પાકિસ્તાનની સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે. ચાહકો ખૂબ મજાક ઉડાવી રહ્યા છે. રાષ્ટ્રગીત દરમિયાન પહેલા ઇંગ્લેન્ડનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું અને તે પૂર્ણ થયું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત વગાડવાનું હતું, પરંતુ અચાનક ભારતનું રાષ્ટ્રગીત વાગ્યુ. આ પછી કોઈક રીતે ભારતનું રાષ્ટ્રગીત બંધ કરવામાં આવ્યું અને પછી ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું.

Shah Jina
error: Unable To Copy Protected Content!