છૂટ્યો 9 વર્ષનો સાથ : સ્ટાર ક્રિકેટર શિખર ધવનના પત્ની આયશા મુખર્જી સાથે થયા છૂટાછેડા

દુઃખદ: વધુ એક કરોડોપતિ સેલિબ્રિટીનું ઘર ભાંગી ગયું…હિરોઈન જેવી પત્નીની છૂટો થયો આ ક્રિકેટર

ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર શિખર ધવનના પત્ની આયશા મુખર્જી સાથે છૂટાછેડા થઇ ગયા છે. તેની જાણકારી આશાએ પોતે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી આપી છે. ધવન અને આયશાએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા અને તેઓ વર્ષ 2014માં એક દીકરાના પેરેન્ટ્સ બન્યા હતા. આયશાએ મંગળવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી છૂટાછેડાની વાતનો ઉલ્લેખ કર્યો છે.

આયશાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ પર શિખર ધવન તરફથી હજી સુધી કોઇ સ્ટેટમેન્ટ આવ્યુ નથી. આયશાએ તેની પોસ્ટમાં લખ્યુ છે કે, મને લાગતુ હતુ કે તલાક એક ગંદો શબ્દ છે. જયાં સુધી કે હું બેવાર તલાકસુધા ન થઇ ગઇ.

તેણે આગળ લખ્યુ કે, મજેદાર છે કે, કેવા શબ્દોના આટલા શક્તિશાળી અર્થ અને જુડાવ હોઇ શકે છે. મેં તલાકસુધાના રૂપમાં પહેલીવાર તેને અનુભવ કર્યો. પહેલીવાર જયારે હું છૂટાછેડાથી ગુજરી તો હું ઘણી ડરી ગઇ હતી. મને લાગ્યુ કે હું અસફળ થઇ ગઇ અને હું તે સમયે કંઇ ખોટુ કરી રહી હતી.

આયશાએ તેની પોસ્ટમાં આગળ જણાવ્યુ કે, મને લાગ્યુ કે મેં બધાને નીચા નમાવ્યા, અહીં સુધી કે મેં પોતાને સ્વાર્થી મહેસૂસ કરી. મને લાગ્યુ કે, હું મારા માતા-પિતાને નિરાશ કરી રહી છુ, બાળકોને નિરાશ કરી રહી છુ અને અહીં સુધી કે હું ભગવાનને પણ નિરાશ કરી રહી છુ. તલાક કેટલો ગંદો શબ્દ હતો. આયશાએ છૂટાછેડા વિશે ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ કે, એકવાર છૂટાછેડા થઇ ચૂક્યા છે, લાગી રહ્યુ છે કે, બીજીવાર ઘણુ બધુ દાંવ પર હતુ, મને ઘણુ સાબિત કરવુ હતુ. આ માટે જયારે બીજીવાર લગ્ન તૂટ્યા તો આ ઘણુ ડરાવનુ હતુ.

એવા સમાચારો હતા કે વર્ષ 2020થી બંનેના સંબંધો સારા નથી ચાલી રહ્યા, બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા હતા સાથે જ આયશાએ શિખર ધવન સાથેની તસવીરો હટાવી દીધી હતી, જો કે ધવનના એકાઉન્ટ પર તો આયશાની તસવીર હતી.

તમને ઝણાવી દઇએ કે, શિખર ધવન સાથે લગ્ન પહેલા આયશાના લગ્ન થઇ ચૂક્યા હતા અને તેને પહેલા લગ્નથી 2 દીકરીઓ છે, પહેલા પતિ સાથે તલાક બાદ તેણે ધવન સાથે લગ્ન કર્યા હતા. હાલ તો છૂટાછેડા બાબતે ધવનનું કોઇ જ સ્ટેટમેંટ સામે આવ્યુ નથી.

Shah Jina