બોલીવુડની સૌથી મોટી બોલ્ડ અભિનેત્રી શર્લિન ચોપરાએ ખોલી સલમાન ખાનની પોલ, કહ્યું “સાજીદ ખાન પર ભાઈજાનનો હાથ…” જુઓ વીડિયો

બાપ રે, ખુબ જ ગંદા દ્રશ્યો આપવા વાળી અભિનેત્રીએ ભાઈજાન સલમાન વિશે એવું એવું કહ્યું કે રુવાડા ઉભા થઇ જશે

#MeToo ના આરોપી સાજિદ ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવનાર બોલિવૂડ અભિનેત્રી અને મોડલ શર્લિન ચોપરાએ નિષ્પક્ષ તપાસની માગ કરી છે, કારણ કે જે પોલીસ અધિકારીને તેનો કેસ સોંપવામાં આવ્યો હતો તે તેનું નિવેદન નોંધવા હાજર ન હતા. તેણે મહિલા પોલીસ અધિકારીને તેનું નિવેદન નોંધવાની પણ માંગ કરી, તેણે કહ્યું કે મને કહેવામાં આવ્યું છે કે જે પોલીસ અધિકારીને મારો કેસ સોંપવામાં આવ્યો છે તે હાજર નથી. મેં તેમને વિનંતી કરી કે મારું નિવેદન આપવા માટે મને એક મહિલા અધિકારી આપો. હું નિષ્પક્ષ તપાસ ઈચ્છું છું. જો તેઓ મારો કેસ લેવા માંગતા ન હોય તો તેઓ સ્પષ્ટપણે કહી શકે છે,

આ પહેલા 20 ઓક્ટોબરના રોજ શર્લિને કહ્યું હતું કે, ‘હું ઈચ્છું છું કે હાર્વે વાઈનસ્ટીનને હોલીવુડમાં 23 વર્ષની જેલની સજા કરવામાં આવી, તેવી જ રીતે બોલિવૂડના #MeTooના આરોપી સાજિદ ખાનને જેલમાં મોકલવામાં આવે. જે મહિલાઓ સામે આવી છે તેમના નિવેદનોને ધ્યાનમાં રાખીને જજ તેમની સજાની લંબાઈ નક્કી કરશે. હું ઈચ્છું છું કે આ દેશના લોકો સમજે કે કોઈ પણ આરોપી, પછી ભલે અમીર હોય કે ગરીબ, સાજિદ ખાન હોય કે રાજ કુન્દ્રા, કાયદાથી ઉપર નથી.

શર્લિને કહ્યું કે સાજિદ ખાનના માથા પર બીજા કોઈનો હાથ નથી, પરંતુ સલમાન ખાનનો હાથ છે. સલમાન ખાનના રહેતા સાજીદ ખાનનો કોઈ વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. મારી સલમાન ખાનને વિનંતી છે કે તે એ મહિલાઓની પોકાર માટે પોતાના મિત્રને દરકિનાર કરે જેમને યાતનાઓનો સામનો કરવો પડ્યો છે. તે ભાઈજાન છે તો અમારા માટે પણ ભાઈજાન શું કામ નથી બનતા?”

શર્લિન ચોપરાએ 19 ઓક્ટોબરે સાજિદ ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. ફરિયાદમાં શર્લિન ચોપરાએ સાજિદ ખાનના હાથે ‘યૌન અને ભાવનાત્મક ઉત્પીડન’નો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી. આ સંબંધમાં તે તાજેતરમાં જુહુ પોલીસ સ્ટેશને પોતાનું નિવેદન નોંધાવા પહોંચી હતી. શર્લિન ચોપરાના કહેવા પ્રમાણે, આ કેસમાં પહેલા તેને પોલીસ તરફથી કોઈ મદદ મળી રહી ન હતી. પરંતુ હવે તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે. શર્લિન ચોપરાના વકીલે કહ્યું કે ટૂંક સમયમાં સાજિદ ખાનને આ કેસમાં સમન્સ મોકલવામાં આવશે જેથી તે પોતાનું નિવેદન નોંધી શકે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel