શર્લિન ચોપરા સાથે હોળી પર ખુલ્લેઆમ થઇ બદ્તમીઝી તો એક્ટ્રેસે માગી મદદ, તસવીરો અને વીડિયો જોઇ ભડક્યા યુઝર્સ
હોળી પર શર્લિન ચોપરા સાથે ખુલ્લેઆમ થઇ બદ્તમીઝી, બોલી- આટલા નજીક…વીડિયો વાયરલ
પોતાના બોલ્ડ અને સ્પષ્ટવક્તા અંદાજ માટે પ્રખ્યાત શર્લિન ચોપરા તાજેતરમાં હોળી સેલિબ્રેટ કરવા બહાર ગઈ હતી. તે ઘણીવાર શોર્ટ અને ઓપન કપડાંમાં જોવા મળે છે. હોળી પર પણ કંઈક આવું જ બન્યું. તે પેપરાજી સામે ખૂબ જ ખુલ્લા કપડાં પહેરીને અને હાથમાં વોટર ગન પકડીને હોળીની ઉજવણી કરી રહી હતી, ત્યારે આ દરમિયાન કેટલાક લોકોએ તેની સાથે ગેરવર્તન કર્યું.

આ દરમિયાન અભિનેત્રી ડરી ગઈ હતી. તે લોકોને કહેતી રહી- ડોન્ટ ટચ મી, અને મદદ માટે વિનંતી કરતી રહી. શર્લિન ચોપરાના હોળી સેલિબ્રેશનના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લોકોએ આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયા આપી છે. વીડિયોમાં લોકો શર્લિનને ઘેરી તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ વચ્ચે શર્લિનનો અવાજ સંભળાય છે- એક સેકન્ડ, ડોન્ટ ટચ મી. મને અડીશ નહિ, હું તને કહું છું. આ પછી તેણે કોઈને મદદ માટે બોલાવ્યા અને કહ્યું – સાહેબ, જુઓ અહીં શું થઈ રહ્યું છે. આ ખૂબ નજીક આવી રહ્યા છે.” પેપરાજી પણ તે લોકોને શર્લિનની નજીક આવતા અને ફોટા ક્લિક કરતા અટકાવતા જોવા મળ્યા હતા. યુઝર્સ આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
View this post on Instagram
તેમણે શર્લિન પર અભદ્ર ટિપ્પણીઓ કરવાનું પણ શરૂ કર્યું. એકે લખ્યું, ‘ભાઈને લાગે છે કે તેણે દિલ પર રંગ લગાવવો પડશે.’ એક યુઝરે લખ્યું, ‘હું સંમત છું કે તમને અભિનય આવડતો નથી, પણ તમને શરમ આવતી હશે.’ બીજાએ લખ્યુ- ‘તેને જંગલમાં ક્યાંક દૂર છોડી દો, ખૂબ ગંદુ લાગે છે.’ જો કે, કેટલાક લોકોએ શર્લિનનો બચાવ કરતા કહ્યું કે તે ગમે તે પહેરે, તેને પણ સુરક્ષાની જરૂર છે.
View this post on Instagram