મેગેઝીન પર છપાયેલી આ બોલ્ડ તસ્વીર મચાવી દીધો હતો તહેલકો, બિકીની પહેનારી પહેલી એક્ટ્રેસ હતી સેફ અલી ખાનની મમ્મી- જુઓ તસ્વીરો
બોલીવુડની બેહદ ખુબસુરત એક્ટ્રેસ શર્મિલા ટાગોર તેના જમાનાની હિટ અને બોલ્ડ એક્ટ્રેસમાં શામેલ હતી. શર્મિલાએ તેની કરિયરમાં એક નહીં પરંતુ અનેક સુપરહિટ ફિલ્મમાં કામ છે. શર્મિલાએ કશ્મીર કી કલી, વક્ત, આરાધના અને આમને-સામને જેવી અનેક ફિલ્મમાં પોતાની એક્ટિંગનો જાદુ ચલાવનાર એક્ટ્રેસ શર્મિલા ટાગોર આજે તેનો 76માં બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. શર્મિલા ટાગોરનો જન્મ 8 ડિસેમ્બર 1944ના રોજ કાનપુરમાં થયો હતો. આજે તેના બર્થડેના દિવસે અમે તમને દિલચસ્પ વાત જણાવીશું.

શર્મિલાનો કશ્મીર કી કલીથી લઈને બિકીની લુક ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. પરંતુ તે સમયે સૌથી વધુ ચર્ચામાં આવી હતી જયારે તેને પહેલી વાર પડદા પર સ્વીમશુટ પહેર્યો હતો.

શર્મિલા ટાગોર બિકીની પહેરનાર પહેલી ભારતીય એક્ટ્રેસ હતી. તો મેગેઝીનમાં તેની બોલ્ડ તસ્વીરને લઈને ઘણી બબાલ મચી હતી. વર્ષ 1967માં રિલીઝ થયેલી ફિલ્મ ‘એન ઇવનિંગ ઈન પેરિસ’માં શર્મિલા ટાગોરે સ્વીમશુટ પહેર્યું હતું.

આ બાદ બિકીની પહેરનારી પહેલી એક્ટ્રેસ બની ગઈ હતી. શર્મિલા ટાગોરે ફિલ્મફેર મેગેઝીનના ઓગસ્ટ 1966ના અંક માટે ટુ પીઆઈએસ બિકીની પહેરી હતી. આ બાદ તે ઘણી ચર્ચામાં આવી હતી. માનવામાં આવે છે કે ભારતમાં આ પહેલી વાર થયું હતું કે, કોઈ એક્ટ્રેસે બિકીનીમાં ફોટોશૂટ કરાવ્યું હોય.

1967માં આવેલી ફિલ્મ આમને-સામનેમ શર્મિલાએ સ્વીમશુટ પહેયું હતું. ત્યાં સુધીમાં તેનો બોલ્ડ લુક ચર્ચામાં આવી ગયો હતો. ઈન ઇવનિંગ ઈન પેરિસના સમયનો એક કિસ્સો આજે પણ શર્મિલા ટાગોરથી જોડાયેલો છે. તે સમયે શર્મિલા એન મંસૂર ખાન એકબીજા સાથે રિલેશનશિપમાં હતા.

જયારે આ વાત મંસૂરના માતાને ખબર પડી તો તે શર્મિલાને મળવા માટે મુંબઈ આવી હતી. આ દરમિયાન મુંબઈમાં દરેક જગ્યા પર શર્મિલાના સ્વીમશુટના પોસ્ટર લાગેલા હતા. જયારે શર્મિલાને ખબર પડી કે મંસૂરની માતા તેને મળવા આવી રહી છે ત્યારે તે ગભરાઈ ગઈ હતી. આ બાદ તેને તરત જ પ્રોડ્યૂસરને ફોન કરીને મુંબઈના બધા ખૂણામાંથી ફિલ્મના પોસ્ટર હટાવી દીધા હતા.

નોંધનીય છે કે, શર્મિલા ટાગોરે તેની એક્ટિંગ કરિયરની શરૂઆત 1959માં સત્યજિત રેની ફિલ્મ અપૂર સંસારથી કરી હતી. હિન્દી સિનેમામાં તેની પહેલી ફિલ્મ કશ્મીરકી કલી હતી.
