આ વર્ષે 9 નહીં 8 દિવસની છે નવરાત્રિ, આ બે તિથિ આવે છે એક સાથે

આ વર્ષે નવરાત્રિ 7 ઓક્ટોબર ગુરુવારથી શરૂ થઈ રહી છે અને 15 ઓક્ટોબર શુક્રવારે સમાપ્ત થશે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર, નવરાત્રિ દરમિયાન માતાની વિધિ વિધાનથી પૂજા કરવાથી માતા તેના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે.

દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે ભક્તો નવ દિવસનું વ્રત પણ રાખે છે. નવરાત્રિ દરમિયાન ઘણી વખત અષ્ટમી, નવમી અને દશમી તિથિમાં તારીખો બદલવાને કારણે મૂંઝવણની સ્થિતિ ઉભી થાય છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવી રહ્યા છીએ કે શારદીય નવરાત્રી 2021 માં કઈ તારીખ અને દિવસે મહાઅષ્ટમી, મહાનવમી અને દશેરા આવી રહ્યા છે.

એક જ દિવસે બે તિથિ હોવાને કારણે નવરાત્રિ 8 દિવસ સુધી ચાલશે. 9 ઓક્ટોબર શનિવારે તૃતીયા સવારે 7:48 સુધી ચાલશે, ત્યારબાદ ચતુર્થી શરૂ થશે, જે બીજા દિવસે 10 ઓક્ટોબર, રવિવારે સવારે 5 વાગ્યા સુધી રહેશે.

આ વર્ષે નવરાત્રિ 7 ઓક્ટોબરથી શરૂ થશે અને 14 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. જ્યારે 15 ઓક્ટોબરે વિજયાદશમી એટલે કે દશેરાની ઉજવણી કરવામાં આવશે. નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરરોજ મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. આ વર્ષે નવરાત્રિ આઠ દિવસની છે. ખરેખર આ વખતે ચતુર્થી અને પંચમી તિથિ એક સાથે પડી રહી છે. આવી સ્થિતિમાં 7 ઓક્ટોબરથી શારદીય નવરાત્રિ 14 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.

મહા અષ્ટમી ક્યારે છે : આ વર્ષે મહા અષ્ટમી 13 ઓક્ટોબર (બુધવારે) આવી રહી છે. જ્યોતિષાચાર્યના જણાવ્યા મુજબ આ વર્ષે ચતુર્થી તિથિના ક્ષયને કારણે શારદીય નવરાત્રિ આઠ દિવસ ચાલશે. આવી સ્થિતિમાં 13 ઓક્ટોબરે અષ્ટમીનો ઉપવાસ રાખવો શ્રેષ્ઠ છે. નવરાત્રિના આઠમા દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે.

મહાનવમી ક્યારે છે : હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે મહાનવમી તિથિ 14 ઓક્ટોબર (ગુરુવારે) આવી રહી છે. નવમીના દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવાનું મહત્વ છે.

મહાનવમીનું મહત્વ : પૌરાણિક કથાઓ અનુસાર, દેવી દુર્ગાએ રાક્ષસના રાજા મહિષાસુર સામે નવ દિવસ સુધી લડ્યા હતા. તેથી જ આ તહેવાર નવ દિવસ સુધી ચાલે છે. દેવીની શક્તિ અને અનિષ્ટ પર વિજય માટે આ છેલ્લો દિવસ છે. જેને મહાનવમી કહેવામાં આવે છે.

ઘટસ્થાપના માટે શુભ મુહૂર્ત : નવરાત્રિના પ્રથમ દિવસે માતા દેવીની પૂજા ઘટસ્થાપનથી શરૂ થાય છે. ઘટસ્થાપન માટે શુભ મુહૂર્તનું ખાસ ધ્યાન રાખો. 7 ઓક્ટોબરના રોજ ઘટસ્થાપનનું શુભ મુબૂર્ત સવારે 6.17 થી 7.07 સુધીનુ છે. આ સમયે ઘટસ્થાપન કરવાથી નવરાત્રિ ફળદાયી બને છે.

YC