જુલાઈ મહિનામાં આ રાશિના લોકોના આવશે અચ્છે દિન, શનિ દેવ કરી દેશે માલામાલ

Shani Gochar 2022 : શનિનું રાશિ પરિવર્તન ખુબ જ મહત્વનું માનવામાં આવે છે. આ વખતે 12 જુલાઈના રોજ શનિ રાશિ બદલશે. તે વક્રી ચાલ ચાલીને કુંભ રાશિમાંથી નિકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. વક્રી શનિનું રાશિ ગોચર દરેક રાશિના જાતકોને અસર પહોંચાડશે. આ અસર શુભ અને અશુભ બન્ને હશે. આ સાથે શનિ રાશિનું પરિવર્તન તે રાશિ પર પણ પડશે જેના પર શનિની સાડા સાતી કે ઢૈયા ચાલી રહી છે.

હાલમાં શનિ કુંભ રાશિમાં છે અને આ કારણે કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર શનિની ઢૈયા ચાલી રહી છે. આ રાશિના જાતકો પર 29 એપ્રિલના રોજ થયેલ શનિના ગોચર બાદ ઢૈયા શરૂ થઈ હતી. સાથે મિથુન અને તુલા રાશિ પરની ઢૈયા સમાપ્ત થઈ ગઈ હતી. હવે ફરીવાર વક્રી શનિના મકર રાશિમાં પ્રવેશ કરતા જ ફરીથી મિથુન અને તુલા રાશિ પર શનિની ઢૈયા શરૂ થઈ જશે. સાથે કર્ક અને વૃશ્ચિક રાશિવાળાને ઢૈયામાંથી મુક્તિ મળશે.

12 જુલાઈના રોજ જેવો શનિ મકર રાશિમાં પ્રવેશ કરશે તે જ સમયે કર્ક અને વૃશ્ચિક રાશિની ઢૈયા ખતમ થઈ જશે. ત્યાર બાદ આ રાશિના જાતકોને દરેક કાર્યમાં સફળતા મળવા લાગશે. લાંબા સમયથી અટવાયેલા કામો પૂર્ણ થશે. આ ઉપરાંત ફસાયેલા પૈસા પણ પરત મળશે. નોકરીયાત લોકોને સારૂ ઈન્ક્રીમેન્ટ મળશે. તણાવ અને બીમારીમાંથી મુક્તિ મળશે. જો કુંડળીમાં શનિ સારી સ્થિતિમાં હશે તો ખુબ જ લાભ થશે. આ દરમિયાન સારા કામ કરવાથી પૈસાની તંગી દૂર થશે. ગરીબોને દાન કરવાથી સારા આશિર્વાદ મળશે. આ ઉપરાંત વેપાર ધંધામાં પણ પ્રગતિ થશે.

YC