આ મોડલને શેન વોર્ને હોટલમાં મળવા માટે કર્યા હતા ગંદા ગંદા મેસેજ, તેમની ચેટના સ્ક્રીનશોટ પણ થયા વાયરલ, જાણો સમગ્ર મામલો

આ ખુબસુરત મોડલને જોઈને બેકાબુ થયો હતો દિગ્ગ્જ ક્રિકેટર શેન વોર્ન…યુવતી સાથે એવી શરમજનક હરકત કરી કે વૉટ્સએપ ચેટ આવી હતી સામે- જુઓ

ગઈકાલે ક્રિકેટ જગતમાંથી ખુબ જ દુઃખદ ખબર સામે આવી, જેમાં ક્રિકેટ જગતના દિગ્ગજ ક્રિકેટર શેન વોર્ન જેને સ્પિનનો જાદુગર કહેવામાં આવે છે, તેમનું 52 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકના કારણે નિધન થયું, જેના બાદ ઘણા બધા સેલેબ્સ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, આ દરમિયાન શેન વોર્ન સાથે જોડાયેલી ઘણી બાબતો પણ સામે આવી છે.

ઓસ્ટ્રેલિયાના રિયાલિટી શો સ્ટાર અને મોડલ જેસિકા પાવરે દિગ્ગજ ક્રિકેટર શેન વોર્ન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઘણા મેસેજ લીક કરીને તેણે ઓસ્ટ્રેલિયન દિગ્ગજને સનકી ગણાવ્યો હતો. વોર્ન માટે આ વિવાદ નવો નહોતો. આ પહેલા પણ તેનું નામ અનેક વિવાદો સાથે જોડાઈ ચૂક્યું છે.

જેસિકાએ તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર સ્ટોરી પોસ્ટ કરતી વખતે વોર્નના મેસેજનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. મેસેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વોર્ન તેને હોટલના રૂમમાં મળવા માટે કહી રહ્યો છે. પરંતુ જેસિકાએ સ્પષ્ટપણે આ વાતને નકારી કાઢીને કહ્યું કે તે આ પ્રકારની છોકરી નથી. જેના સ્ક્રીનશોટ પણ વાયરલ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Jessika (@jessika_power)

બિગ બ્રધર વીઆઈપી શોમાં વાત કરતા જેસિકાએ કહ્યું, ‘ગયા અઠવાડિયે જ્યારે વોર્ને મને કેટલાક મેસેજ મોકલ્યા ત્યારે મને ખૂબ જ વિચિત્ર લાગ્યું. તેણે મને કેટલીક વસ્તુઓ મોકલી જે વાંધાજનક હતી. જ્યારે મેં કેટલાકને જવાબ આપ્યો, ત્યારે તેમની તરફથી અશ્લીલ (એક્સ-રેટેડ) મેસેજ આવવા લાગ્યા. હું વિશ્વાસ કરી શકતી નહોતી કે તેઓ આવા સંદેશા મોકલી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Jessika (@jessika_power)

ડેઈલી મેલના અહેવાલ મુજબ, અન્ય 30 વર્ષની મોડલ એલી ગોન્સાલ્વેસે પણ કહ્યું કે તેને પણ શેન વોર્નના કેટલાક મેસેજ છે. તેણે કહ્યું કે, ‘વોર્ને મારી સાથે પણ આવું કર્યું. તેણે મને ડાયરેક્ટ મેસેજ કર્યો અને બહાર મળવા આમંત્રણ આપ્યું. પરંતુ મારી પાસે તેના માટે સમય નથી હું છેલ્લા 13 વર્ષથી રોસ શટ્સ સાથે સંબંધમાં છું.

 

View this post on Instagram

 

A post shared by Jessika (@jessika_power)

શેન વોર્નનો વિવાદો સાથે ઊંડો સંબંધ છે. 1994માં તેના પર બુકીને પિચની માહિતી આપવાનો આરોપ લાગ્યો હતો. આ પછી, તે 2003 ODI વર્લ્ડ કપમાં ડોપિંગ માટે દોષી સાબિત થયો હતો અને તેના પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એક બ્રિટિશ નર્સે પણ તેના પર અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ લગાવ્યો હતો, જે બાદ પરણિત વોર્ને તેનો સ્વીકાર કર્યો હતો. તે દિવસોમાં વોર્ન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો વાઈસ કેપ્ટન હતો, ત્યારબાદ તેને પણ આ પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો.

Niraj Patel