ખબર મનોરંજન

નસીબ હોય તો આવા ! સાઉથની આ અભિનેત્રીને તેના પતિએ આપી એવી એવી મોંઘીદાટ ભેટ કે જાણીને તમે પણ મોઢામાં આંગળા… જુઓ

નસીબ તો જુઓ, સાઉથની અભિનેત્રીને લગ્નમાં લક્ઝુરિયસ ઘરથી લઈને અધધધધ કરોડોની ગિફ્ટ્સ મળી

લગ્નના મુહૂર્તો હવે શરૂ થઇ ગયા છે અને સામાન્ય માણસ સાથે સાથે સેલેબ્સ પણ લગ્નન બંધનમાં બંધાઈ રહ્યા છે. આ દરમિયાન ઘણા હવે મોંઘા દાટ અને શાહી લગ્નો પણ જોવા મળશે. જેની જાહોજલાલી જોઈને કોઈની પણ આંખો અંજાઈ જશે. સાથે જ લગ્નમાં શાનદાર ભેટો પણ આપતા જોવા મળશે. ત્યારે હાલ એવા જ એક લગ્ન ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે.

આ લગ્ન છે સાઉથની જાણીતી અભિનેત્રી શમના કાસીમના, તેને દુબઇના બિઝનેસમેન શનિદ આસિફ અલી સાથે ખુબ જ શાનદાર અંદાજમાં લગ્ન કર્યા હતા. ત્યારે હવે લગ્ન બાદ પતિએ તેની અભિનેત્રી પત્નીને આપેલી ભેટની ખબરો સામે આવી રહી છે, મીડિયા રિપોર્ટ અનુસાર શામનાને તેન પતિએ 2700 ગ્રામ સોનુ ભેટમાં આવ્યું છે, જેની કિંમત 1.30 કરોડ છે.આ ઉપરાંત તેને એક લક્ઝુરિયસ મોંઘી કાર અને એક 25 કરોડનો આલીશાન બંગલો પણ ભેટમાં આપ્યો છે.

શામનાએ 25 ઓક્ટોબર 2022ના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ પર દક્ષિણ ભારતીય લગ્નની ઘણી તસવીરો શેર કરી હતી. જેમાં અભિનેત્રી નારંગી રંગની કાંજીવરમ સાડી સાથે હેવી ગ્રીન બ્લાઉઝમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. તેના ક્રાઉન એરિયા પર દુપ્પટો, કમરબંધ સહીત સોનાની જ્વલેરી અને ગ્લેમ મેકઅપ તેના લુકને સંપૂર્ણ કરી રહ્યો હતો.

તો વરરાજા શનિદ સફેદ રંગના આઉટફિટમાં નજર આવી રહ્યો હતો, વરમાળા વિધિથી લઈને કપલની મસ્તી ભરેલી તસવીરો સોશિયલ મીડિયામાં ચાહકોનું દિલ જીતી રહી છે. શામનાએ તસવીરો શેર કરતા કપેશનમાં લખ્યું છે, મને ખબર છે કે આ થોડી ભારે છે, પરંતુ હું તમારી સાથે દરેક સુખ દુઃખ શેર કરવાનું વચન આપું છું. હંમેશા તમને સપોર્ટ કરીશ !”