શમિતા શેટ્ટીના જન્મ દિવસ પર રાકેશ બાપટે ખોળામાં ઉંચકી વરસાવ્યો પ્રેમ, શમિતાએ પહેલા કરી કિસ અને પછી હટાવ્યા લિપસ્ટિકના નિશાન

બોલિવૂડ અભિનેત્રી શમિતા શેટ્ટી આ દિવસોમાં ખુબ ચર્ચામાં બનેલી છે. બિગબોસ 15 પૂરું થયા પછી શમિતા શેટ્ટી જોરદાર પાર્ટી કરી રહી છે. શમિતા શેટ્ટી 2 ફેબ્રુઆરીએ એટલે કે આજે તેનો 42મોં જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. બિગબોસ હાઉસની બહાર આવ્યા બાદ શમિતાએ તેનો આ સ્પેશ્યિલ દિવસ તેના બોયફ્રેન્ડ રાકેશ બાપટની સાથે સેલિબ્રેટ કર્યો હતો. આ દરમ્યાન બંને એક બીજા પર જોરદાર પ્રેમ વરસાવતા નજરે પડ્યા હતા.

બિગબોસ 15 ઓટીટીની જોડી શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ ઘરની બહાર નીકળ્યા પછી પણ એક બીજાની સાથે છે. રાકેશ બાપટે જન્મદિવસ પર તેની લેડી લવ પર જોરદાર પ્રેમ વરસાવ્યો હતો. રાકેશે ઇન્સ્ટાગ્રામ પર શમિતા સાથેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં બંનેનો રોમેન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે.

એક તસવીરમાં રાકેશ શમિતાને ખોળામાં ઉઠાવેલ નજર આવી રહ્યો છે. શમિતા શેટ્ટી ‘બિગબોસ 15’ ભલે ના જીતી હોય પરંતુ તેણે ચાહકોનું દિલ જરૂર જીતી લીધું હતું. મોટી સંખ્યામાં ચાહકો તેને વિનર માનતા હતા. લુકની વાત કરીએ તો શમિતા ગ્રે કલરના ઓફ સોલ્ડર આઉટફિટમાં સ્ટનિંગ દેખાઈ રહી હતી.

તેમજ રાકેશ બ્લેક શર્ટ અને સફેદ જીન્સમાં જોરદાર લાગી રહ્યા હતા. આ તસવીરોની સાથે રાકેશે લખ્યું હતું કે હેપ્પી બર્થડે લવ શમિતા શેટ્ટી. ચાહકો તેની આ તસવીરોને ખુબ પસંદ કરી રહ્યા છે. શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ ‘બિગબોસ ઓટીટી’ દરમ્યાન એકબીજાની નજીક આવ્યા હતા. શો દરમ્યાન ઘણીવાર બંને ક્યારેક ઝઘડતા દેખાયા તો ક્યારેક પ્રેમ કરતા દેખાયા હતા.

ચાહકોએ તો આ જોડીને પ્રેમથી ‘સારા’ કરીને બોલવાનું પણ શરુ કરી દીધું છે. શમિતા શેટ્ટી માટે તેની બહેન શિલ્પા શેટ્ટીએ બર્થડે પર કંઈક ખાસ પ્લાન કર્યું હતું. શમિતાએ કહ્યું આ બર્થડે એટલા માટે પણ ખાસ છે કેમ કે આ વખતે મારી સાથે રાકેશ છે. શમિતાએ રાકેશ બાપેટને ગાલ પર જોરદાર કિસ કરી હતી પરંતુ તેની સાથે રાકેશના ગાલ પર લિપસ્ટિકના નિશાન રહી ગયા હતા તેના પછી તરત શમિતા પોતાના હાથથી સાફ કરતી નજર આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Neha Bhasin (NB) (@nehabhasin4u)

શમિતા અને રાકેશ બંને આ દિવસે ખુબ જ ખુશ લાગી રહ્યા હતા. બર્થડે પાર્ટીમાં શમિતા શેટ્ટી અને નેહા ભસીનનો હસી હસીને ખરાબ હાલ થઇ ગયો હતો. આ દરમ્યાન રાકેશે બંનેનો એક વીડિયો લીધો હતો જેને શમિતા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની ના પડી રહી હતી પરંતુ હવે આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

Patel Meet