બલાની ખૂબસુરત છે બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર શાકિબ અલ હસનની પત્ની, તસવીરો જોઇ થઇ જશો દીવાના

અપ્સરાથી ઓછી જરાય નથી બાંગ્લાદેશના આ સ્ટાર ક્રિકેટર પત્ની, ઇજ્જત માટે પતિએ કરી હતી બિઝનેસમેનની પિટાઇ

બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનની લવ લાઈફ એકદમ રોમેન્ટિક છે. શાકિબ અલ હસનની પત્નીનું નામ ઉમ્મી અહમદ શિશિર છે. બાંગ્લાદેશના આ સ્ટાર ક્રિકેટરની લવસ્ટોરી જરા અલગ છે. ખરેખર, શાકિબ અલ હસનની લવ સ્ટોરી ઇંગ્લેન્ડમાં શરૂ થઈ હતી. શાકિબ અને શિશિરની પહેલી મુલાકાત ખૂબ જ રસપ્રદ હતી. બંને પહેલીવાર 2010માં ઈંગ્લેન્ડમાં મળ્યા હતા. ત્યાર બાદ શાકિબ કાઉન્ટી ક્રિકેટ રમવા ઈંગ્લેન્ડ ગયો હતો, જ્યારે શિશિર ત્યાં રજાઓ ગાળવા પહોંચ્યો હતો.

બંને ઈંગ્લેન્ડમાં એક જ હોટલમાં રોકાયા હતા. અહીં જ તેઓ પહેલીવાર મળ્યા હતા અને પહેલી જ મુલાકાતમાં જ શાકિબે શિશિરને પોતાનું દિલ આપ્યું હતું. આ પછી બંનેએ 12 ડિસેમ્બર 2012ના રોજ લગ્ન કરી લીધા. બંને સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે.

શાકિબ અને ઉમ્મી હાલમાં બે પુત્રીઓના માતા-પિતા છે. તેમની પહેલી દીકરીનો જન્મ 2015માં થયો હતો અને બીજી દીકરીનો જન્મ 2020માં થયો હતો. ઉમ્મી મિનેસોટા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થઇ છે. તે સોફ્ટવેર એન્જિનિયર છે.

શાકિબ વર્ષ 2010માં કાઉન્ટી ક્રિકેટ રમવા માટે ઈંગ્લેન્ડ ગયો હતો, જ્યાં તે ઉમ્મી અહેમદ શિશિર સાથે પ્રથમ વખત મળ્યો હતો. તમને જણાવી દઈએ કે ઉમ્મીનો પરિવાર મૂળભૂત રીતે બાંગ્લાદેશી છે, પરંતુ જ્યારે તે 10 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતા અમેરિકા આવી ગયા હતા અને ત્યારથી ઉમ્મી અને તેનો પરિવાર અમેરિકામાં રહે છે.

જ્યારે ઉમ્મી 10 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતા અમેરિકા શિફ્ટ થઈ ગયા, શાકિબ કાઉન્ટી ક્રિકેટ રમવા ઈંગ્લેન્ડ ગયો અને ત્યાં ઉમ્મીને મળ્યો. ઉમી ઘણી આઈપીએલ મેચોમાં પણ જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે, શાકિબ આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી ચૂક્યો છે. ઉમીને ફરવાનો ખૂબ શોખ છે. ઉમી અને સાકિબની મુલાકાત 2010માં થઈ હતી. 2 વર્ષ સુધી ડેટ કર્યા બાદ બંને 2012માં લગ્નના બંધનમાં બંધાયા.

જો કે શાકિબને પોતાના અંગત જીવન વિશે વધુ વાત કરવાનું પસંદ નથી, પરંતુ તેની પત્ની ઉમી ત્યારે ચર્ચામાં આવી જ્યારે 2014માં ભારત અને બાંગ્લાદેશ મેચ દરમિયાન શાકિબે મીરપુરમાં એક બિઝનેસમેનના પુત્રને માર માર્યો હતો.

તે મેચ દરમિયાન, એક બિઝનેસમેનના પુત્ર રહેમાને શાકિબની પત્ની ઉમ્મી સાથે ગેરવર્તન કર્યું અને જ્યારે શાકિબને આ વાતની જાણ થઈ તો તે કેટલાક સુરક્ષાકર્મીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો અને રહેમાનને જોરદાર માર માર્યો. રહેમાનના કૃત્યો માટે બાદમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.

Shah Jina