અંબાણીના ફંક્શનમાં શાહરુખ ખાન બોલ્યો ‘જયશ્રી રામ’, બધા ગેસ્ટ ચીચીયારીઓ પાડવા લાગ્યા – જુઓ વીડિયો

દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશનની ગઈ કાલે 1 માર્ચથી ગુજરાતના જામનગર ખાતે શરૂઆત થઈ. આ સેલિબ્રેશન 3 માર્ચ સુધી ચાલશે. આ ઇન્વેસ્ટમાં પાર્ટીસીપેન્ટ થવા દેશ વિદેશથી VVIP લોકો જામનગર આવ્યા છે અને ફંક્શનની ખુબ મજા માણી રહ્યા છે.

રિલાયન્સના ફાઉન્ડર અને એશિયાના સુધી ધનવાન બિઝનેસમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન આ દિવસોમાં ચર્ચામાં છે. ચારે બાજુ આ ફંકશની જ ન્યુઝ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે અનંત 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેવા જઈ રહ્યો છે. લગ્ન પહેલા, કપલે 1 થી 3 માર્ચ સુધી તેમના પ્રી-વેડિંગ ફંક્શન્સનું આયોજન કર્યું છે,

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ તેના ભૂતપૂર્વ સીએસકે સાથી ડીજે બ્રાવો સાથે દાંડિયા રમ્યા. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે સ્ટેજની નીચે જઈને દાંડિયા રમ્યા હતા. ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજે વાઇબ અને લવર જેવા ગીતો પર પરફોર્મ કર્યું છે.

બ્લેક કુર્તામાં પહોંચેલા ભિંજાને અનંત અંબાણીને ગળે લગાવ્યા. આ દરમિયાન તેનો બોડીગાર્ડ શેરા પણ હાજર હતો. સ્ટેજ પર પંજાબી ફેમસ સિંગર દિલજીતે અંબાણીની ઇવેન્ટમાં ધમાલ મચાવી દીધી હતી. નીતા અંબાણીને દિલજીતના સવાલ-જવાબે માત્ર મહેમાનોનું જ નહીં, પરંતુ ચાહકોનું પણ દિલ જીતી લીધું છે.

દિલજીતે લાઇવ પર્ફોર્મન્સ દરમિયાન ગુજરાતીમાં નીતા અંબાણી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. એક વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે નીતા અંબાણી દિલજિતને પૂછે છે કે તમે ક્યાં રહો છો? તો દિલજિત કહે છે લોકોના દિલમાં. શાહરુખનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં SRK સ્ટેજ પર એન્ટ્રી લેતાં જ સમયે ‘જય શ્રીરામ’ બોલ્યો હતો.

SRK એ જય શ્રીરામ બોલતા જ ત્યાં હાજર બધા ગેસ્ટ ખુશ થઈ ગયા હતા અને ચીચીયારીઓ પાડવા લાગ્યા હતા. સ્ટેજ પર શાહરુખે અંબાણી પરિવારની ત્રણ મહિલાઓને માતા સરસ્વતી, માતા લક્ષ્મી ને માતા પાર્વતી સાથે સરખાવી હતી. નીતા અંબાણી, ઈશા અંબાણી ને શ્લોકા મહેતાને શાહરુખે સ્ટેજ પર બોલાવ્યા હતા. બીજા સેલેબ્સની વાત કરીએ તો અંબાણીના ફંક્શનમાં ખુશી કપૂર ખાસ ફ્રેન્ડ વેદાંગ રૈના સાથે આવી હતી. બંનેએ ‘આર્ચીઝ’માં સાથે કામ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

YC