લાખો લોકોએ ટ્રોલ કરતા ભીડ પર ગર્જ્યો પઠાણ “શાહરુખ ખાન, એવું એવું કહ્યું કે તમે ચોંકી ઉઠશો

બોલીવુડની ફિલ્મોનો બોયકોટ ટ્રેન્ડ યથાવત ચાલી રહ્યો છે, છેલ્લા થોડા સમયમાં જ મોટા મોટા અભિનેતાઓની મોટા મોટા બજેટની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર ધૂળ ચત્તી થઇ ગઈ છે તો ઘણી ફિલ્મો એવી પણ છે જે હજુ રિલીઝ થવાની છે એ પહેલા જ બોયકોટના ચક્કરમાં ફસાઈ ગઈ છે, એવી જ એક ફિલ્મ બોલીવુડના કિંગ ખાન એવા શાહરુખ ખાનની “પઠાણ” પણ છે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને જોન ઇબ્રાહિમ પણ છે.

ત્યારે આ ફિલ્મનું એક ગીત રિલીઝ થયા બાદ ઇન્ટરનેટ પર હોબાળો મચી ગયો છે અને સોશિયલ મીડિયામાં આ ફિલ્મને બોયકોટ કરવાની માંગ પણ ચાલી રહી છે. ફિલ્મના એક ગીતમાં અભગિનેત્રી દીપિકા પાદુકોણ ભગવા રંગના બોલ્ડ કપડાં પહેરીને શાહરુખ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે જેને લઈને લોકોનો ગુસ્સો પણ ફૂટ્યો છે અને ઘણા રાજકીય નેતાઓ સાથે સાથે સંતો મહંતોએ પણ આ ફિલ્મ પર હિન્દૂ ધર્મને અપમાનિત કરતો આરોપ લગાવીને ફિલ્મને બોયકોટ કરવાની માંગ પણ કરી છે.

ત્યારે ‘પઠાણ’ વિવાદ વચ્ચે શાહરૂખ ખાને કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. શાહરૂખ ખાન રાની મુખર્જી સાથે કોલકાતા પહોંચ્યો હતો. ઈવેન્ટમાં બોલિવૂડ બાદશાહને જોઈને ચાહકોનો ઉત્સાહ વધી ગયો હતો. કિંગ ખાન અને રાની મુખર્જી, જયા બચ્ચન ઉપરાંત બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ આ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બન્યા હતા. ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરૂખ ખાને સોશિયલ મીડિયા વિશે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. આ ઉપરાંત જતા જતા તેને પઠાણ ફિલ્મનું પણ પ્રમોશન કર્યું હતું.

સિનેમા અને સોશિયલ મીડિયા વિશે શાનદાર ભાષણ આપ્યા પછી, શાહરૂખ ખાને એક શક્તિશાળી સંવાદ સાથે તેનું ક્લોઝ-અપ કર્યું. કિંગ ખાન પોતાની શૈલીમાં કહે છે, “તમારો સીટબેલ્ટ બાંધો. હવામાન વધુ ખરાબ થવાનું છે. અમે થોડા દિવસથી અહીં આવ્યા નથી. તમને લોકો મળી શક્યા નથી. પરંતુ હવે દુનિયા સામાન્ય થઈ ગઈ છે. અમે બધા ખુશ છીએ. હું સૌથી વધુ ખુશ છું. જગત જે ઇચ્છે તે કરી શકે છે એવું મને કહેવામાં બિલકુલ વાંધો નથી. હું અને તમે બધા સકારાત્મક લોકો છીએ. બધા જીવંત છે.

Niraj Patel