બેહનપણીના પ્રેમમાં પાગલ થઇ યુવતિ, પછી તાંત્રિક પાસે છોકરો બનવા ગઇ અને થઇ એવી હાલત કે સમલૈંગિક પ્રેમનો થયો દર્દનાક અંત…

પ્રીતિને થયો પૂનમ સાથે પ્રેમ, બે છોકરીઓના સમલૈંગિક સંબંધોનો થયો દર્દનાક અંત

Shahjahanpur Crime News : દેશભરમાંથી અવારનવાર હત્યાના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં યુપીના શાહજહાંપુરથી હેરાન કરી દેનારી ખબર સામે આવી છે. અહીં બે લેસ્બિયન યુવતીઓ પ્રેમમાં પડી અને પરિવારજનોને તે પસંદ નહોતું. એક બાળકીની માતાએ તાંત્રિકનો સહારો લઈને બીજી યુવતીની હત્યા કરાવી નાખી. પોલીસે તેની માતા અને તાંત્રિકની ધરપકડ કરી લીધી છે. વાસ્તવમાં આ આખો મામલો શાહજહાંપુર પોલીસ સ્ટેશનના આરસી મિશન પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

અહીં રહેતી 30 વર્ષીય પ્રિયાની મિત્રતા 24 વર્ષીય પ્રીતિ સાથે હતી. બાદમાં બંને વચ્ચે સમલૈંગિક સંબંધ બંધાયો હતો. પ્રિયા છોકરાઓ જેવું વર્તન કરતી હતી. પ્રિયાના કારણે જ પ્રીતિના લગ્ન થઈ શક્યા નહિ અને આના પર પ્રીતિ અને તેની માતા ઉર્મિલા મોહમ્મદી વિસ્તારના રહેવાસી તાંત્રિક રામનિવાસને મળ્યા અને પ્રિયાને રસ્તામાંથી દૂર કરવાની યોજના બનાવી. પ્રીતિએ તાંત્રિકને કહ્યું કે પ્રિયા છોકરો બનવા માંગે છે.

જેનો લાભ લઈને પ્રીતિની માતાએ તાંત્રિક સાથે રૂ.1.5 લાખમાં સોદો કર્યો. કાવતરા હેઠળ પ્રીતિએ પ્રિયાને ફોન કરીને ફસાવી અને તાંત્રિક તેને છોકરો બનાવી દેશે તેવું જણાવ્યુ. 13 એપ્રિલના રોજ પ્રિયા ઘર છોડીને ગાયબ થઈ ગઈ. 18 એપ્રિલના રોજ પરિવારે તેના ગુમ થવાનો કેસ નોંધાવ્યો. જે બાદ પોલીસ તપાસમાં બહાર આવ્યું કે પ્રિયાએ પ્રીતિ અને તાંત્રિક રામનિવાસ સાથે વાત કરી હતી. આના પર પોલીસે રામનિવાસને કસ્ટડીમાં લીધો અને તેની પૂછપરછ કરી.

રામનિવાસે જણાવ્યું કે તે પ્રિયાને છોકરો બનાવવાના બહાને જંગલમાં લઈ ગયો અને તેને આંખો બંધ કરીને નદીના કિનારે સૂવા કહ્યું હતું. આ દરમિયાન તેણે હથોડી વડે પ્રિયાની ગરદન કાપી નાખી હતી. પોલીસે આરોપી તાંત્રિક રામનિવાસ અને પ્રિયાની મિત્ર પ્રીતિની ધરપકડ કરી લીધી છે. આ સાથે પ્રીતિની માતાને પણ કસ્ટડીમાં લેવામાં આવી છે. પોલીસે તાંત્રિકના ઘરેથી હત્યામાં વપરાયેલ હથિયાર, મૃતકના દાગીના અને તૂટેલો મોબાઈલ કબજે કર્યો છે.

Shah Jina