ખબર ખેલ જગત

ક્રિકેટ જગતના આ દિગજ્જ કેપ્ટનનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, ખેલજગતમાં હડકંપ

વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થતો જાય છે. વિશ્વમાં આંકડો 7,757,919 પહોંચી ગયો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન કોરોનાની ઝપેટે ચડયો છે.

 

View this post on Instagram

 

A post shared by Shahid Afridi (@safridiofficial) on

પાકિસ્તાન ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી કોરોના વાયરસમાં ફસાઈ ગયો છે. તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું હતું કે, હું ગુરુવારથી અસ્વસ્થ અનુભવતો હતો. મારું શરીર દુખતું હતું. જેમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મારે જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થનાની જરૂર છે, ઇન્શાલ્લાહ ‘

કોરોના વાયરસ પછીથી, આફ્રિદી પાકિસ્તાનમાં ગરીબ અને જરૂરિયાતમંદોને સતત મદદ કરતો હતો. તે પોતાની ટીમ સાથે પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડતો હતો. તોફાની બેટિંગ માટે જાણીતા આફ્રિદી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે પોતાના નિવેદનો માટે પણ ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Shahid Afridi (@safridiofficial) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.