આલિયા-રણબીરની હલ્દી સેરેમની દરમિયાન આલિયાની બહેન સાથે ફોટોગ્રાફરે કરી એવી હરકત કે નારાજ થઇ ગઇ રણબીર કપૂરની સાળી- જુઓ વીડિયો

બોલિવુડના ક્યુટ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આજે એટલે કે 14 એપ્રિલના રોજ લગ્ન કરવા જઇ રહ્યા છે. કેટલાક રીપોર્ટ્સ અનુસાર આ કપલ 3 વાગ્યા આસપાસ ફેરા ફરશે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ફેરા સેરેમની પહેલા અન્ય સેરેમની બુધવારના રોજ થઇ હતી. કપૂર અને ભટ્ટ પરિવારના કેટલાક સભ્યોએ આ સેરેમનીમાં હાજરી આપી હતી. આ દરમિયાનના કેટલાક સેલેબ્સના ફોટા પણ સામે આવ્યા હતા. આમાં દુલ્હનિયા આલિયાની બહેન શાહીન ભટ્ટ જોવા મળી હતી, જે લહેંગામાં ખૂબસુરત લાગી રહી હતી.

શાહીન ભલે લાઇમલાઇટથી દૂર રહેતી હોય પરંતુ જ્યારે પણ તે દેખાય છે ત્યારે કેમેરામેન તેને ક્લિક કરવા માટે બેતાબ હોય છે. જ્યારે તે તેની બહેનના લગ્નની વિધિમાં હાજરી આપવા પહોંચી, ત્યારે ફોટોગ્રાફરોએ તેના ફોટા ઉગ્રતાથી ક્લિક કર્યા. બુધવારે આલિયાની મહેંદી સેરેમનીમાં શાહીન ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ ઉપરાંત તે આલિયાની હલ્દી સેરેમનીમાં પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી.

પરંતુ પીઠીની વિધિ સમયે આલિયાની બહેન માતા સોની રાઝદાન સાથે વાસ્તુ એપાર્ટમેન્ટ આવી હતી. આ દરમિયાન શાહીન ગુસ્સે થઈ ગઈ હતી. શાહીન પીળા લહેંગામાં હલ્દી સેરેમની દરમિયાન જોવા મળી હતી.  તે કારમાં આગળની સીટ પર બેઠેલી હતી અને તે તેની માતા શાહીન ભટ્ટ સાથે વેન્યુ વાસ્તુ એપાર્ટમેન્ટ આવી હતી. જોકે એપાર્ટમેન્ટમાં જતા સમયે ફોટોગ્રાફર્સ કારને ઘેરી વળ્યા હતા અને આ જ વાતથી શાહીન થોડી ગુસ્સે અને થોડી નારાજ જોવા મળી રહી હતી. જો કે, બાઉન્સર્સ દ્વારા કારને રસ્તો આપવામાં આવ્યો અને તે બાદ કાર ત્યાંથી નીકળી શકી હતી.

શાહીને કોઈને કંઈ કહ્યું નહોતું, પરંતુ તેના ચહેરાના હાવભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બુધવારે રણબીર કપૂરના વાસ્તુ એપાર્ટમેન્ટમાં રણબીર અને આલિયાની મહેંદી અને હલ્દી સેરેમની કરવામાં આવી હતી. કપૂર અને ભટ્ટ પરિવારના સભ્યો સેરેમની માટે અહીં પહોંચ્યા હતા.

જો કે કોઈએ કોઈની સાથે વાત કરી ન હતી પરંતુ તેમના હાથ પરની મહેંદી જોઈને સ્પષ્ટ થઈ ગયું હતું કે આલિયાના હાથમાં રણબીરના નામની મહેંદી મૂકાઇ ગઇ છે. દુલ્હા અને વરરાજા ભલે હજુ સુધી જોવા ન મળ્યા હોય, પરંતુ કપૂર અને ભટ્ટ પરિવારના વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ તેની બહેન શાહીનની ખૂબ જ નજીક છે. આલિયા ઘણીવાર તેના કામમાંથી બ્રેક લઈને તેની બહેન સાથે રજા માણવા જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

શાહીન ભટ્ટને લખવાનો શોખ છે અને તેણે એક પુસ્તક પણ લખ્યું છે, જેમાં તેણે તેના જીવન વિશે ઘણા ખુલાસા કર્યા છે. તેમના આ પુસ્તકનું શીર્ષક આઈ હેવ નેવર બીન હેપ્પી છે. તમને જણાવી દઈએ કે શાહીન ભટ્ટ પણ તેના જીવનના ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ છે. તે લાંબા સમયથી ડિપ્રેશનનો શિકાર હતી. તેને ક્રોનિક ડિપ્રેશન હતું. બહેન આલિયા ભટ્ટની જેમ તેણે ક્યારેય બોલિવૂડમાં ડેબ્યૂ કરવાનું વિચાર્યું ન હતું. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે એક્ટિંગ તેના માટે સરળ નથી. શાહીન ભટ્ટ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેણે બહેન આલિયા સાથે મસ્તી કરતા ઘણા ફોટા શેર કર્યા છે.

Shah Jina