શાહરુખ ખાનની સાદગીએ જીતી લીધા ચાહકોના દિલ, બોલ્યા.. “એક જ દિલ છે કેટલીવાર જીતશો..” લાઈવ મેચમાં જ કેમેરા સામે કર્યું એવું કે… જુઓ વીડિયો
Shah Rukh Khan Helping Asha Bhosle : ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલ વર્લ્ડકપની ફાઇનલ જોવા માટે બૉલીવુડ ઉમટી પડ્યું હતું. ઘણા બધા કલાકારો મેચ જોવા માટે આવી પહોંચ્યા હતા. ત્યારે બૉલીવુડનો કિંગ ખાન પણ તેના સમગ્ર પરિવાર સાથે આ મેચ જોવા અમદાવાદ આવ્યો હતો. આ ઉપરાંત પણ દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, અનિલ કપૂર જેવા ઘણા બધા દિગ્ગજો સ્ટડીયમમાં હાજર જોવા મળ્યા હતા. ત્યારે કિંગ ખાન પર તમામ ચાહકોની નજર પણ ટકેલી જોવા મળી હતી.
પરિવાર સાથે મેચ જોવા આવ્યો હતો શાહરુખ :
શારૂખ ખાન પણ તેની પત્ની ગૌરી અને ત્રણ બાળકો સાથે મેચ જોવા આવ્યો હતો. આ મેચના ઘણા બધા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પરંતુ કિંગ ખાનનો એક વીડિયો ઘણો જોવામાં આવી રહ્યો છે. કારણ કે તેણે કંઈક એવું કર્યું છે, જેને જોઈને તમારું તેના પ્રત્યેનું સન્માન અનેક ગણું વધી જશે. વાસ્તવમાં, સ્ટેડિયમમાં શાહરૂખ ખાન જે હરોળમાં બેઠો હતો, તેની એક તરફ BCCI સેક્રેટરી જય શાહ બેઠા હતા અને બીજી બાજુ આશા ભોંસલે બેઠા હતા.
આશા ભોંસલેનો એંઠો કપ ઉઠાવ્યો :
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ચા પૂરી કર્યા પછી આશાજી કપ રાખવા માટે આસપાસ જોવા લાગે છે. આ જોઈને શાહરુખ તરત જ કપને પોતાના હાથમાં લઇ લીધો અને પછી તે પોતાની સીટ પરથી ઊભો થયો અને તેને ક્યાંક રાખવા જવા લાગ્યો. આ દરમિયાન એક સ્ટાફ ત્યાં આવે છે અને તેના હાથમાંથી કપ લઈને જતો રહે છે. કિંગ ખાનના આ વર્તને લોકોના દિલ જીતી લીધા છે. ઘણા લોકો આ વીડિયોને અલગ-અલગ સોશિયલ પ્લેટફોર્મ પર શેર કરીને અભિનેતાના વખાણ કરી રહ્યા છે.
View this post on Instagram
સાદગીના કાયલ થયા ચાહકો :
વાયરલ ક્લિપ X પર RPG ગ્રુપના ચેરમેન અને જાણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ તેમના સત્તાવાર એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. કેપ્શનમાં લખ્યું છે – માત્ર એક હૃદય સ્પર્શી દ્રશ્ય. આ 16 સેકન્ડની ક્લિપને અત્યાર સુધીમાં 8 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ યુઝર્સ તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું- આને કહેવાય સંસ્કાર… કોઈએ શાહરૂખ ખાન પાસેથી પોતાના વડીલોનું સન્માન કરતા શીખવું જોઈએ. બીજાએ ટિપ્પણી કરી – સાચું, તેને સંસ્કાર કહેવામાં આવે છે. તે જ સમયે, અન્ય યુઝરે કહ્યું – ખૂબ સારું.