ખબર

1 સપ્ટેમ્બરથી બદલાઈ જશે આ 7 વસ્તુઓ, સામાન્ય માણસ ઉપર પડવા જઈ રહી છે મોટી અસર

ઓગસ્ટ મહિનો પૂરો થવાને હવે માત્ર થોડા દિવસ જ બચ્યા છે ત્યારે 1લી સપ્ટેમ્બરના રોજથી કેટલીક વસ્તુઓ બદલાવવા જઈ રહી છે જેની સીધી જ અસર સામાન્ય માણસ ઉપર પડવાની છે. ચાલો જોઈએ કઈ વસ્તુઓ બદલાશે અને તેનાથી તમને કેટલી અસર પડવાની છે.

Image Source

1. એલપીજી સિલિન્ડરના ભાવમાં થશે બદલાવ:
દેશની અંદર કોરોના મહામારીના કારણે ઘણી જ મોંઘવારી પણ વધી છે. પરંતુ આ દરમિયાન સામાન્ય માણસ માટે આ એક સારા સમાચાર છે. 1લી સપ્ટેમ્બરથી રસોઈ ગેસ સસ્તો થઇ શકે છે. LPG, CNG અને PNGના ભાવમાં ઘટાડો થઇ શકે છે. દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં બદલાવ થાય છે ત્યારે 1લી સપ્ટેમ્બરના રોજ પેટ્રોલિયમ કંપનીઓ એલપીજી સિલેન્ડરની કિંમતને રીવાઈજ કરી શકે છે. આશા રાખવામાં આવી રહી છે કે સપ્ટેમ્બરમાં LPG સિલિન્ડરના ભાવ ઓછા થાય.

Image Source

2. મોંઘી થશે હવાઈ યાત્રા:
1 સપ્ટેમ્બરથી હવાઈ યાત્રાઓ મોંઘી થઇ શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા 1 સપ્ટેમ્બરથી ઘરેલુ અને આંતર રાષ્ટ્રીય યાત્રીઓ પાસેથી ઉચ્ચ વિમાનન શુલ્ક વસૂલવાનો નિર્ણય કર્યો છે. એએસએફ શુલ્ક માટે હવે ઘરેલુ યાત્રિકો પાસેથી 150ની જગ્યાએ 160 રૂપિયા વસુલવામાં આવશે. તેમજ આંતર રાષ્ટ્રીય યાત્રિકો પાસેથી 4.85 ડોલરના બદલે 5.2 ડોલર વસુલવામાં આવશે.

Image Source

3. વધશે EMIનો ભાર, ખતમ થશે મોનોટોરિયમ:
જે લોકો ઇમએમઆઈ ચૂકવી રહ્યા છે તે લોકોના ખિસ્સાનો ભાર હવે વધવાનો છે. કારણ કે કોરોનાના કારણે માર્ચ મહિનાથી રોક લગાવવામાં આવી હતી જે 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થઇ રહી છે. ભારતીય સ્ટેટ બેંક અને પંજાબ નેશનલ બેંક આવતા અઠવાડીએ તેના ઉપર નિર્ણય કરશે તેવી સંભાવના છે. બેન્કિંગ સેક્ટરમાં તેને આગળ વધારવા ઉપર હજુ સ્થિતિ સ્પષ્ટ નથી.

Image Source

4. GST ભરવામાં કરશો મોડું, તો આપવું પડશે વધારે વ્યાજ:
સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે વસ્તુ અને સેવા વેરો (GST)ની ચૂકવણીમાં મોડું કરવાની પરિસ્થિતિમાં 1 સપ્ટેમ્બરથી કુલ ટેક્સ દેનદારી ઉપર વ્યાજ લગાવવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં ઉદ્યોગને જીએસટી ચુકવણીમાં લેટ થવા ઉપર 46,000 કરોડ રૂપિયા વ્યાજ વસૂલવાના નિર્દેશ ઉપર ચિંતા વ્યક્ત કરી છે. વ્યાજ કુલ દેનદારી ઉપર લગાવવામાં આવશે.

Image Source

5. સ્કૂલ-કોલેજ ખુલી શકે છે:
સરકાર દ્વારા સપ્ટેમ્બર માસથી દેશભરમાં સ્કૂલ કોલેજ ખોલવાની અનુમતિ મળી શકે છે. કોરોના સંક્રમણના કારણે બંધ પડેલા દેશભરના સ્કૂલોમાં સપ્ટેમ્બર માહથી ફરીથી રોનક છવાઈ શકે છે. કેન્દ્ર સરકારે અનલોક-4માં કેટલાક પ્રતિબંધો સાથે 1 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી સ્કૂલ ખોલવા માટે ગાઇડ લાઇન તૈયાર કરવામાં આવી રહી છે. યોજના ઉપર સચિવોના સમૂહ અને હેલ્થ મિનિસ્ટર હર્ષ વર્ધન સાથે આ બાબતે ચર્ચા થઇ ગઈ છે. તો આ બાબતે જણાવવામાં આવી રહ્યું છે કે અનલોક ગાઈડ લાઈન દરમિયાન આ વિશે જાણકારી આપવામાં આવશે.

Image Source

6. દિલ્હીમાં શરૂ થઇ શકે છે મેટ્રો:
દિલ્હીમાં મેટ્રો સેવા શરૂ થવાની રાહ જોતા લોકો માટે જલ્દી જ ખુશખબરી મળી શકે છે. દેશમાં 1 સપ્ટેમ્બરથી લોકડાઉનમાં છુટનું ચોથું ચરણ અનલોક-4 શરૂ થવાનું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર એક સપ્ટેમ્બરથી જ દિલ્હીમાં મેટ્રો સેવા ચાલુ કરવાની અનુમતિ મળી શકે છે.

Image Source

7. OLA-Uberના ડ્રાઈવર કરી શકે છે હડતાલ:
મોબાઈલ એપ્લિકેશન ઉપર કાર સર્વિસ આપનારી કંપનીઓ ઓલા અને ઉબરના ડ્રાઈવરો દિલ્હી-એનસીઆરમાં 1 સપ્ટેમબરથી હડતાલની ધમકી આપી રહ્યા છે. ડ્રાઈવરો દ્વારા તેમના ઘણા મુદ્દાઓને લઈને હડતાલ ઉપર ઉતરવાની ધમકી આપવામાં આવી છે.

Image Source

8. શરૂ થશે ઈન્ડિગો એર-લાઇન્સની ઉડાણ:
છેલ્લા ઘણા સમયથી બંધ થઇ ગયેલી એર-લાઇન્સ ઉડાણમાં ઈન્ડિગો એર-લાઇન્સની સુવિધા પણ કેટલીક સાવચેતીઓ સાથે ફરી શરૂ થવાની શક્યતા છે. કંપની 1 સપ્ટેમ્બર બાદ પોતાની ઉડાણ માટે બુકીંગ શરૂ કરી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.