અમદાવાદ : બાળકોને લિફ્ટમાં એકલા મૂકતા પેરેન્ટ્સ માટે લાલબત્તી સમાન કિસ્સો ! બાળકીને એકલી જોઇ વૃદ્ધે બાહોમાં ભરી કર્યુ એવું કે…

ગુજરાતમાંથી અવાર નવાર નાની બાળકીઓ, સગીરાઓ, યુવતિઓ કે મહિલાઓની છેડતીના કિસ્સા સામે આવતા રહે છે. ગુજરાતમાં દીકરીઓ સલામત છે તેવી વાતોની હવે હવા નીકળી રહી છે. ગુજરાતની બહેન-દીકરીઓ બહાર તો ઠીક પરંતુ તેઓ જ્યાં રહે છે ત્યાંની લિફ્ટમાં પણ સુરક્ષિત નથી. હાલમાં અમદાવાદમાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પશ્વિમ વિસ્તારમાં આવેલ ફેમસ ગોદરેજ ગાર્ડન સિટીમાં એક નાની બાળકી સાથે લિફ્ટમાં છેડતીની ઘટના બની છે.

એક 62 વર્ષીય વૃદ્ધે પોતાની મર્યાદા વટાવી લિફ્ટમાં આવેલી બાળકીને એકલતાનો લાભ લઈને અડપલાં કર્યા હતા. આ બાળકી ધોરણ-7માં અભ્યાસ કરે છે. તે જ્યારે લિફ્ટમાં આવી ત્યારે એકલી હતી અને તે સમયે 62 વર્ષના ભાનુપ્રતાપ રાણા નામના એક વૃદ્ધ પણ લિફ્ટમાં જ હતા. બાળકીને લિફ્ટમાં એકલી જોઈને વૃદ્ધની દાનત બગડી અને તેણે બાળકીને વાતોમાં ફસાવી બાહોમાં જકડી લીધી.

વૃદ્ધની આવી હરકતથી બાળકી ડઘાઈ ગઈ અને વૃદ્ધ પણ ભાન ભૂલી ગયો. ગભરાયેલી બાળકી ફ્લોર આવતા જ લિફ્ટમાંથી બહાર નીકળી ગઈ. જો કે, તેણે તેના માતાપિતાને આ વિશે જાણ કરી હતી. જે બાદ માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં વૃદ્ધ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ચાંદખેડા પોલીસે ભાનુપ્રતાપ રાણા નામના વૃદ્ધ આરાપી સામે ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ કરી છે.

જો કે, આ કિસ્સો દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. માતા-પિતાએ તેમના બાળકોને બને ત્યાં સુધી એકલા ન જવા દેવા જોઇએ. તેઓએ ક્યાં એકલા જવા દેવા અને ક્યાં ન જવા દેવા તે સમજવાનો સમય હવે આવી ગયો છે. હવે બાળકીઓ માટે ફ્લેટની લિફ્ટો પણ સલામત રહી નથી.

Shah Jina