અમદાવાદમાં ધન તેરસના દિવસે જ વૃદ્ધ દંપત્તિની કરપીણ હત્યા, ફૂડ ડિલિવરી બોય બની…

ગુજરાતમાંથી લૂંટ  અને હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે, ત્યારે હાલ અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એકલા રહેતા વૃદ્ધ દંપતીની અજ્ઞાત લોકો દ્વારા હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાના કારણે સમગ્ર પંથકમાં પણ ભયનો માહોલ  ફરી વળ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં મંગળવારની સમી સાંજે ભરચક્ક વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં ત્રીજા માળના 11 નંબરના ફ્લેટમાં જઈને સિનિયર સિટીઝન દંપતીની હત્યા કરવામાં આવી હતી.પોલીસને લૂંટના ઈરાદે હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ હત્યા પાછળ કોઈ જાણભેદુ અથવા તો પ્રોફેશનલ મર્ડરર હોવાની શક્યતા છે.

હત્યારાઓએ ફૂડ ડિલિવરી બોય બનીને રેકી કરી હોવાની પણ શક્યતા નકારી શકાય તેમ નથી.  પારસમણી સોસાયટીમાં સીસીટીવી ન હોવાથી આ કેસ ઉકેલવો અમદાવાદ પોલીસ માટે પણ પડકારૂપ છે. પોલીસ પણ પહેલા આ કેસમાં લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાનું માની રહી હતી. પરંતુ ઘરમાંથી એક રૂપિયાની પણ ચોરી થઇ નથી.

આ વૃદ્ધ દંપતીના ઘરમાં 15 હજાર રોકડા પડ્યા છે, તેની સાથે વૃદ્ધ મહિલાના કાનમાં સોનાની બુટી પણ છે. જેથી હવે લૂંટના ઈરાદે હત્યા થઇ હોવાનું પોલીસ માની રહી નથી. હત્યાની સાંજે પહેલા ઘરમાં કોણ આવ્યું હતું તેમજ તેમજ પૌત્રી ક્યાં ગઈ હતી તેની પોલીસ પૂછપરછ કરી રહી છે. સોસાયટી રીડેવલપમેન્ટ માટે પ્રયત્ન કરી રહી હતી તે માટે ક્યાંય સીસીટીવી કેમેરા લાગ્યા નથી.

2જી નવેમ્બર મંગળવાર સાંજના 6 વાગ્યાની આસપાસ આ દંપતીની પૌત્રી રિતુ દિવાળી ખરીદી કરવા ગઈ હતી હતી. બરાબર આ જ સમયે હત્યારાઓ ત્રાટક્યા હતા. હવે સૌથી મોટો સવાલ એ છે કે, હત્યારાઓને દંપતી ઘરમાં એકલું જ હોવાની કેવી રીતે જાણ થઈ? હત્યારાઓ ઘરમાં પ્રવેશ્યા તે સમયે દયાનંદભાઈને બેડ પર જ ચપ્પુના ઘા મારી પતાવી દીધા હતા. જ્યારે તેમના પત્ની વિજ્યાલક્ષ્મીબેનથી ચલાતુ ન હોવાથી તેઓ ખુરશી પર બેઠા હતા ત્યાં તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.

Niraj Patel