ગુજરાતમાં હવે બ્લેક ફંગસના ઇંજેક્શનની કાળાબજારી કરતા 4 આરોપીઓને ઝડપી પડાયા

સમગ્ર દેશ સહિત ગુજરાત રાજયમાં પણ કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે અને આ મહામારી વચ્ચે એક નવી બીમારી મ્યુકોરમાઇક્રોકિસે બધાની ચિંતા વધારી દીધી છે. હાલ તો આ બીમારીની સારવાર માટે રાજયમાં થોડા સાધનોની સુુવિધા નથી અને આ રોગથી હવે એક નવો પડકાર ઊભો થયો છે.

હવે આ બધા વચ્ચે આ બીમારીની સારવાર માટેના ઇન્જેક્શનની કાળાબજારી પણ શરૂ થઇ ગઇ છે. અમદાવાદમાં 300 રૂપિયામાં મળતુ આ ઇંજકેશન 10 હજાર રૂપિયામાં વેચતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચને આ અંગેની માહિતી મળી હતી અને તેમણે છટકુ ગોઠવી નીરવ પંચાલ, સ્મિત રાવલ, પ્રગ્નેશ પટેલ અને વશિષ્ટ પટેલને ઝડપી પાડ્યા હતા અને સાથે જ આરોપીને પકડીને આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

મ્યુકોરમાઈકોસિસના લક્ષણો જોઇએ તો, આંખ અને ગાલ પર સોજો, આંખોમાં બળતરા, ધૂંધળું દેખાવું, નાક બંધ થઈ જવું, નાકમાં કાળુ ક્રસ્ટ જમા થવું, નાકની ઉપરના ભાગે કાળા ડાઘ થવા, માથામાં દુખાવો, સાયનસ, ઉધરસ અને શ્વાસની તકલીફ આ રોગના મુખ્ય લક્ષણો છે….

કોરોનાથી સાજા થયેલા લોકોએ નીચે પ્રમાણેની ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

કોરોના સંક્રમણથી સ્વસ્થ થયા બાદ ડાયાબિટીસના દર્દીનું લોહી અને ગ્લૂકોઝ લેવલ ચેક કરતા રહેવું… સ્ટીરોઈડન લેતા સમયે યોગ્ય સમય, યોગ્ય ડોઝ અને સમયનું ધ્યાન રાખો… એન્ટીબાયોટિક્સ અને એન્ટીફંગલના ઉપયોગ વખતે સાવધાની રાખો… હાઈપરગ્લાઈસિમિયા પર નિયંત્રણ કરવું જરુરી છે… ઓક્સીજન થેરાપી દરમિયાન ચોખ્ખા પાણીનો ઉપયોગ કરો.

Shah Jina