ખબર

ગુજરાતના શહેરોમાં લગાડવામાં આવ્યું લોકડાઉન, 31 જુલાઈ સુધી થશે કડક નિયમોનો અમલ

ગુજરાતમાં કોરોનાના કેસમાં દિવસે-દિવસે વધારો થતો જાય છે.ગુજરાતમાં કોરોનાની મહામારી ઓછું થવાનું નામ જ નથી લેતી. ગુજરાતમાં ઘણા શહેરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના ભરૂચ જિલ્લામાં આ પહેલા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તો વધુ એક શહેરમાં લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે.

Image source

મહેસાણાના ઊંઝામાં તમામ બજારને 20થી 27 તારીખ સુધી બજાર બંધ કરવાની જાહેરાત કરી છે. કોરોનાના વધતા કેસને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Image source

તો પાટણ જિલ્લામાં 427 કેસ નોંધ્યા છે. પાટણમાં કોરોના સંક્રમણ વધતા નગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં આવતીકાલથી પાટણમાં 1 વાગ્યા સુધી જ દુકાનો ખુલશે. 31 જુલાઈ સુધી તમામ ધંધા-રોજગારનો સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

Image source

કોરોના સંક્રમણ વધતા નગરપાલિકાએ આ નિર્ણય લીધો છે. 22-7 થી 31-7 સુધી તમામ ઘઘાં રોજગાર બપોર 1 વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણને અટકાવવા 10 દિવસનું બપોર બાદ સ્વૈચ્છીક લોકડાઉન આપવામાં આવ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.