સલમાન ખાનની ભાભી સીમા ખાને છે રૂપરૂપનો અંબાર, દિલકશ તસવીરો જોઇ થઇ જશો ફિદા

સલમાન ખાનના ભાઈ સાથે નિકાહ કરીને તલાખ લેનાર સીમા સચદેવ આટલી હોટ છે, ફિગર જોઈને કહેશો બોલીવુડની હિરોઇનોને ફિક્કી પાડી દયે એવી છે

હાલ તો સલીમ ખાનના ઘરની એકમાત્ર વહુ પણ પોતાને આ ઘરથી અલગ કરવા જઇ રહી છે. સીમા ખાન અને સોહેલ ખાને છૂટાછેડા લેવાનો નિર્ણય લઇ લીધો છે અને હવે તે બંને પોતાના 24 વર્ષના લગ્નજીવનથી હંમેશા માટે ફ્રી થઇ જશે. જયાં સોહેલ ખાન બોલિવુડ અભિનેતા છે ત્યાં સીમા ખાન ફેશન ડિઝાઇનરમાં જાણીતુ નામ છે. સીમા ખાન રિયલ લાઇફમાં ઘણી ગ્લેમરસ અને સ્ટાઇલિશ છે. સીમા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે પોતાની અને પરિવારની તેમજ મિત્રોની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

વર્ષ 1998માં સોહેલ ખાન સાથે લવ મેરેજ કરનારી સીમા ખાન ફેમસ સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ અને ફેશન ડિઝાઇનર છે. સીમા ઘણીવાર મલાઇકા અરોરા સાથેની તસવીરો પણ શેર કરે છે. જેને તે ફેશન મામલે પ્રેરણા જણાવે છે. સીમા ખાનનો દુબઇમાં પોતાનો સ્ટોર છે. આ ઉપરાંત તે મહીપ કપૂર અને સુઝેન ખાન સાથે મળીન ફેશન લાઇન ચલાવે છે. સીમા ઘણીવાર સેલિબ્રિટીઝ, એક્ટ્રેસેસ અને સ્ટાર કિડ્સની તસવીરો શેર કરતી રહે છે, જે તેના ડિઝાઇન કપડામાં નજર આવે છે. સીમા પોતે પણ પોતાના ફેશન લાઇન વાળા કપડામાં જોવા મળે છે.

તે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. જણાવી દઇએ કે, સીમા બે બાળકોની માતા છે. તેનો મોટો દીકરો નિરવાન 22 વર્ષનો છે અને નાનો દીકરો યોહાન 11 વર્ષનો છે.સીમા ખાનનો જન્મ 8 માર્ચ 1977ના રોજ દિલ્હીમાં પંજાબી હિન્દુ પરિવારમાં થયો હતો. સીમાનો ઉછેર મુંબઈમાં થયો હતો. સીમાના પિતા અરુણ સચદેવા છે, જેઓ કોર્નરસ્ટોન સ્પોર્ટ એન્ડ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.

માતાનું નામ કિરણ સચદેવા અને ભાઈનું નામ બંટી સચદેવા છે. ભાઈ કોર્નરસ્ટોન સ્પોર્ટ એન્ડ એન્ટરટેઈનમેન્ટના સહ-સ્થાપક છે અને સીમાની બહેનનું નામ રિચા સચદેવા છે. સીમા ઘણી જગ્યાએ પોતાનું નામ સીમા સચદેવા અને ઘણી જગ્યાએ સીમા ખાન લખે છે. સોહેલ ખાનની પત્ની હોવા ઉપરાંત સીમા સચદેવાની પણ એક અલગ ઓળખ છે. સીમા વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે. તેની પોતાની એક બ્રાન્ડ પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Seema Khan (@seemakhan76)

ઘણા સ્ટાર્સ તેના ડિઝાઇન કરેલા આઉટફિટ્સ પહેરે છે. સીમાના કપડાની દુકાનો મુંબઈ અને દુબઈમાં પણ છે. સીમા ફેશન લેવલ બાંદ્રા 190ની કો-ફાઉન્ડર પણ છે. આ સિવાય સીમાનું પોતાનું સ્પા અને સલૂન પણ છે. સીમા પાસે તેના ગ્રાહકો તરીકે ઘણી પ્રખ્યાત ભારતીય હસ્તીઓ છે, જેમાં મુખ્યત્વે શિલ્પા શેટ્ટી, મલાઈકા અરોરા, કેટરિના કૈફ અને કરીના કપૂર ખાન છે.

Shah Jina