આ ભાભી તો બહુ હોશિયાર નીકળી, સીમાએ સીમા કરોડ કરવા કેવા કેવા પેંતરા કાર્ય છે, આધાર બનાવ્યું ને પછી…

ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદરના કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર સીમા જ્યારે નેપાળના પોખરાથી ભારતમાં પ્રવેશવા માટે બસમાં ચડી ત્યારે તેણે પોતાનું નામ ‘પ્રીતિ’ જણાવ્યુ હતું. બસ સેવાના મેનેજરનું કહેવું છે કે જ્યારે સીમાને તેનું આઈડી કાર્ડ બતાવવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે વિશ્વાસપૂર્વક દાવો કર્યો કે તે ભારતીય નાગરિક છે અને તેની પાસે આધાર કાર્ડ છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે પાકિસ્તાની નાગરિક સીમા હૈદર સાથે જોડાયેલા મામલામાં તપાસ ચાલી રહી છે.

નેપાળ થઈને તેના ચાર બાળકો સાથે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી સીમા
પાકિસ્તાનના સિંધ પ્રાંતની રહેવાસી સીમા હૈદર 13 મેના રોજ નેપાળ થઈને તેના ચાર બાળકો સાથે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી. સીમાના જણાવ્યા અનુસાર, તે ગ્રેટર નોઈડામાં રહેતા તેના બોયફ્રેન્ડ સચિન મીના સાથે રહેવા માટે ભારત આવી છે, જેની સાથે તે 2020માં PUBG દ્વારા સંપર્કમાં આવી હતી. સચિન અને સીમાની પ્રથમ મુલાકાત નેપાળની રાજધાની કાઠમંડુમાં થઈ હતી, જ્યાં તેઓ 10 માર્ચથી 17 માર્ચ સુધી એક સપ્તાહ સાથે રહ્યા હતા. બુધવારે એક અહેવાલમાં જણાવાયું હતું કે સીમા અને સચિને માર્ચમાં કાઠમંડુની એક હોટલમાં રોકાણ દરમિયાન પોતાની ખોટી ઓળખ આપી હતી.

Image Source

પ્રીતી નામથી ભારતમાં કરી એન્ટ્રી 
હોટલ માલિકે કહ્યુ કે બેમાંથી કોઈએ આઈડી કાર્ડ બતાવ્યું ન હતું અને રજિસ્ટરમાં ફક્ત તેમના નામ લખ્યા હતા. પરંતુ, જ્યારે રજીસ્ટર તપાસવામાં આવ્યું ત્યારે તેઓનું નામ ન મળ્યું એટલે કે તેઓએ ખોટી ઓળક આપી હતી. સીમાએ કહ્યું કે તે 11 મેના રોજ ફરીથી કાઠમંડુ આવી અને ત્યાંથી પબ્લિક ટ્રાન્સપોર્ટ વાન લઈને પોખરા ગઈ. તેણે જણાવ્યું કે 13 મેના રોજ તે બસથી સિદ્ધાર્થનગર જિલ્લાની ખુનવા બોર્ડરથી ભારતમાં પ્રવેશી હતી. ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા સૃષ્ટિ બસ સર્વિસના મેનેજરે જણાવ્યું કે સીમાએ ચાર ટિકિટ બુક કરાવી હતી. ટિકિટ માટે ચૂકવણી કરવા માટે તેની પાસે પૂરતી નેપાળી ચલણ ન હતી.

બસની ટિકિટના પૂરતા પૈસા નહોતા એટલે ભારતના એક મિત્ર દ્વારા UPI કરાવ્યુ
તેણે UPI દ્વારા બાકીના પૈસા ટ્રાન્સફર કરવા માટે ભારતમાં એક મિત્ર (સંભવતઃ સચિન)ને ​​ફોન કર્યો હતો. તેણે કહ્યું કે આ ‘મિત્ર’એ UPI દ્વારા બાકીના 6,000 નેપાળી રૂપિયા ચૂકવ્યા. રિપોર્ટ અનુસાર, સીમાએ તેના મિત્ર સાથે વાત કરવા માટે ઓફિસના વાઈ-ફાઈનો ઉપયોગ કર્યો હતો. સીમાએ પોખરાથી ગ્રેટર નોઈડા જવા માટે 12,000 નેપાળી રૂપિયા ચૂકવ્યા હતા. સીમા હૈદરના પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈ સાથે સંબંધ હોવાની શંકા છે. યુપી એટીએસની ટીમ આ મામલે તેની પૂછપરછ કરી રહી છે. આ સાથે સચિન અને તેના પિતાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

સચિને માર્ચ મહિનામાં લીધી હતી એક સપ્તાહની રજા 
સીમાના બોયફ્રેન્ડ સચિને માર્ચ મહિનામાં દુકાનમાંથી એક સપ્તાહની રજા લીધી હતી, તે છેલ્લા બે વર્ષથી રાબુપુરામાં કરિયાણાની દુકાનમાં કામ કરતો હતો. દુકાન માલિકનું કહેવું છે કે માર્ચમાં સચિને કહ્યું હતું કે તે પરિવાર સાથે પૂર્ણાગિરી જઈ રહ્યો છે, પરંતુ તે 15 દિવસ પછી પાછો ફર્યો. તે પછી, તે 1 જુલાઈથી દુકાન પર પણ નહોતો ગયો. એટીએસ સીમા હૈદર, તેના પ્રેમી સચિન અને યુવકના પિતા નેત્રપાલની પૂછપરછ કરી ચૂકી છે. એટીએસને સીમા જાસૂસ હોવાના કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. ATSએ તપાસ અહેવાલ મુખ્યાલય અને સરકારને સોંપી દીધો છે. વિજિલન્સ અને કેન્દ્રીય ટીમો નેપાળ અને પાકિસ્તાનમાં સરહદી દસ્તાવેજો અને તેમને સંબંધિત દાવાઓની તપાસ કરી રહી છે.

પાકિસ્તાનમાં EMI પર 70,000 રૂપિયાનો મોબાઈલ ખરીદ્યો
ભારત આવતા પહેલા સીમા હૈદરે પાકિસ્તાનમાં EMI પર 70,000 રૂપિયાનો મોબાઈલ ખરીદ્યો હતો. એટીએસને તેનું બિલ પણ મળ્યુ છે. તેના મોબાઈલમાંથી બે વીડિયો મળી આવ્યા છે. ગૌતમ બુદ્ધ નગર પોલીસે બુધવારે સીમાના ત્રણ મોબાઈલ ફોન ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલ્યા હતા. તપાસ એજન્સી એ જાણવાનો પ્રયાસ કરશે કે આ ડેટામાં કંઈ શંકાસ્પદ છે કે કેમ. આ મામલે વધુ તપાસ હવે આ મોબાઈલ ફોનના ફોરેન્સિક ટેસ્ટ રિપોર્ટ પર ટકી રહી છે. ATS, પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ આ રિપોર્ટની રાહ જોઈ રહી છે. કેન્દ્રીય એજન્સીઓના અધિકારીઓએ તપાસને લઈને નોઈડા પોલીસ સાથે પણ વાતચીત કરી છે. નોઈડા પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે સચિને સીમા હૈદરનું આધાર કાર્ડ મેળવવા માટે કયા દસ્તાવેજો જમા કરાવ્યા હતા.

Shah Jina