પહેલા દરિયામાં સૅનેટાઇઝર નાખીને કોરોનાને મારવાની વાત કરી હવે આ ભાઈ લઇ આવ્યા છે નવો જુગાડ, હસી હસીને ઊંધા વળી જાવ એવો વાયરલ વીડિયો

કોરોના આવવાની સાથે લોકોએ કોરોનાનો પણ મઝાક બનાવ્યો અને એના ઉપર ઘણા મીમ અને વીડિયો લોકો બનાવવા લાગ્યા, જે લોકોને આ મહામારીમાં પણ મનોરંજન પૂરું પાડવા લાગ્યા. આમ પણ લોકો ઘરે બેઠા કંટાળ્યા હોય ત્યારે આવા ગતકડાં આનંદ જરૂર આપે છે.

ત્યારે થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક દુકાનદાર કોરોનાનો ખાતમો બોલાવવા માટે મુંબઈમાં 4 લાખ સૅનેટાઇઝરના કેરબા દરિયામાં નાખવાની વાત કહેતા હતા, હવે એજ ભાઈ કોરોનાને પકડવા માટેનો એક નવો જુગાડ લઈને આવ્યા છે.

પહેલા વાયરલ થી રહેલા વીડિયોની અંદર એક દુકાનદાર એક ભાઈને કહેતા જોવા મળે છે કે સૅનેટાઇઝરના 4 લાખ કેરબા મુંબઈ મોકલાવ્યા છે. અને ત્યાં દરિયામાં આ સૅનેટાઇઝર નાખવાનું ચાલુ થઇ ગયુ છે. દરિયામાં જેવી બાષ્પ બનશે એટલે તે ઉપર જશે અને વાદળાં બનશે. અને જેવો વરસાદ પડશે તો પાણી સાથે સૅનેટાઇઝર પણ પડશે અને જેવો વરસાદ પડ્યો એટલે કોરોના ખલાશ. હવે આ ભાઈનો નવો વીડિયો પણ આવી ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ નવા વીડિયોની અંદર તે ભાઈ કહી રહ્યા છે કે બધે ગાંડરિયો પ્રવાહ છે, કોઈ કંપની વેક્સિન બનાવે છે તો બીજી 10 કંપની પણ વેક્સિન જ બનાવે છે, કોઈ નવું નથી વિચારી રહ્યું. ત્યારે એ ભાઈને એક વ્યક્તિ પૂછે છે કે આનું સોલ્યુશન શું ? ત્યારે દુકાનદાર ખુબ જ મજેદાર જવાબ આપે છે.

તે જણાવે છે કે આપણે એનું સોલ્યુશન લાવ્યા છીએ. પરંતુ બહાર પાડ્યું નથી. અને પછી તે દુકાનદાર એક ચશ્મા બતાવે છે અને કહે છે કે આનાથી કોરોના દેખાય છે. જ્યારથી ચાઈનામાં કોરોના ફેલાયો ત્યારથી આનું રસિર્ચ ચાલ્યું કર્યું છે અને 28 કલાક સતત કામ કરીને આ ચશ્મા બનાવ્યા છે.

આ ભાઈનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ ભાઈ સાથે લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને વેક્સિનના બંને ડોઝ લેવા માટે પણ જણાવી રહ્યા છે.જોતા એવું લાગે છે કે 2 ઘડી મજાક કરવા માટે આ વીડિયો બનાવ્યો હોય,જુઓ તમે પણ આ શાનદાર વીડિયો

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel