બાઈકવાળા સાથે થઇ દલીલ તો સ્કોર્પિયો ચલાવી રહેલા વ્યક્તિએ આવી રીતે ઉડાવી ગાડી, કેમેરામાં કેદ થયો ખૌફનાક વીડિયો

આજના સમયમાં સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો જોવા મળી જતા હોય છે જેમાના અમુક તો એટલા હેરાન કરી દેનારા હોય છે કે તેના પર વિશ્વાસ કરવો જ અશક્ય બની જાય છે. આવો જ એક દીલ્હીમાંથી હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે, જે ખુબ જ હેરાન કરી દેનારો છે. જેની વીડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

વીડિયોમાં દિલ્હીના રસ્તા પર બાઈક સવારોનું ગ્રુપ જોવા મળે છે, જેમાના એકની દલીલ સ્કોર્પિયો કાર ચાલક સાથે થાય છે. જેના બાદ સ્કોર્પિયો ચાલક બાઇકને ટક્કર મારે છે અને બાઈક ધડામ કરતી નીચે પડી જાય છે અને આ ખૌફનાક ઘટના કેમેરામાં કેદ થઇ જાય છે.

મીડિયા રિપોર્ટના આધારે ઘટના દિલ્હીના અર્જનગઢ મેટ્રો સ્ટેશનની નીચે બની છે. જ્યાં બાઈક ચાલકની ઓળખ શ્રેયાંશના રૂપમાં થઇ છે જેની ઉંમર 20 વર્ષ છે. જે પોતાના મિત્રો સાથે દિલ્લી પરત આવી રહ્યો હતો. તેણે જણાવ્યું કે,”સ્કોર્પિયો ચાલક અમારી પાસે આવ્યો અને ખુબ ઝડપી ગાડી ચલાવવા લાગ્યો, તેણે મારા મિત્રોને ધમકાવ્યા અને ગાળો પણ આપી હતી. મારા મિત્રોએ ગાડીને ધીમી કરી પણ હું આગળ વધી ગયો, જેના બાદ તેણે મારી બાઇકને ટક્કર મારી હતી”.

આ ઘટનાનો વીડિયો બાઈક રાઇડરના ગ્રૂપમાંના એક અનુરાગે @anuragiyer નામના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે અને કેપ્શનમા લખ્યું કે,”મહેરબાની કરીને અમારી મદદ કરો, સ્કોર્પિયો કાર ચાલકે અમારા અમુક મિત્રોને લગભગ મારી જ નાખ્યા હતા અને અમને ગાડી નીચે કચડી નાખવાની ધમકી પણ આપી હતી. જો કે કોઈ ગંભીર રીતે ઘાયલ નથી થયું”.જેના બાદ દિલ્હી પોલીસે પણ ટ્વીટ કરતા કહ્યું કે પોલીસનો સંપર્ક કરવા માટે આભાર. તમારા સંપર્ક વિશે મેસેજ કરો જેથી અમે તમારા સુધી પહોંચી શકીએ”.આ સિવાય અનુરાગે પ્રધાનમંત્રી કાર્યાલય, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્લી પોલીસ ઉપાયુક્ત ટેગ કરીને વીડિયો પોસ્ટ કર્યો છે અને દાવો કર્યો છે કે કાર ડ્રાઇવરે બાઈક સવારને મારી નાખવાની કોશિશ કરી છે.

Krishna Patel