વૈજ્ઞાનિકોએ શોધ્યો વિશ્વનો સૌથી સફેદ પેઈન્ટ, ઘરને એટલું ઠંડુ રાખશે કે ACની પણ જરૂર નહીં પડે

હવે ઉનાળામાં ઘરમાં AC નહીં આ પેઈન્ટ લગાવો

ઉનાળાના દિવસોમાં AC ની વધુ જરૂર પડે છે. એસીના કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પણ વધી રહી છે. આવી સ્થિતિમાં, સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે કે પર્યાવરણને નુકસાન કર્યા વિના ગરમીથી પોતાને કેવી રીતે બચાવવા. આવી સ્થિતિમાં, એક પેઇન્ટ શોધવામાં આવ્યો છે, જેનો ઉપયોગ (Whitest Paint)કર્યા પછી તમને ગરમી બિલકુલ નહીં લાગે. જો તમે આ પેઇન્ટ તમારા ઘરમાં લગાવો છો, તો AC ની જરૂર નહીં પડે.

એક અહેવાલ મુજબ, પર્ડ્યુ યુનિવર્સિટીના સંશોધકોએ એવા સફેદ પેઇન્ટની શોધ કરી છે, જેના પછી એર કંડીશનની જરુર રહેશે નહીં. આ વિશ્વનો સૌથી સફેદ પેઈન્ટ છે, જેનો ઉપયોગ કરીને આપણને એસીની બિલકુલ જરૂર નહીં પડે. તે સસ્તો પણ છે અને પર્યાવરણ માટે પણ સારો છે.
આ અંગે સંશોધકોએ જણાવ્યું છે કે, આ નવો પેઇન્ટ સૂર્યના કિરણોને 98.1 ટકા પરાવર્તિત કરે છે, જેના કારણે ઘરની ઇમારતોમાં તાપમાન ઘણું ઓછું થઈ જાય છે.

એર કન્ડીશન વગર પણ તમે સરળતાથી તમારા ઘરમાં રહી શકો છો. નિષ્ણાતોનું કહેવું છે કે આ પેઇન્ટ આપણને ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાંથી મુક્તિ અપાવી શકે છે. આ બાબતે, પર્ડ્યુ યુનિવર્સિટીના પ્રોફેસર શાલીન રુઆન કહે છે કે જો કોઈ વ્યક્તિ લગભગ 1,000 ચોરસ ફૂટની છત પર આ પેઇન્ટનો ઉપયોગ કરે છે, તો તે 10 કિલો વોટના AC જેટલી ઠંડી મેળવી શકે છે.

 પરીક્ષણ દરમિયાન આ પેઇન્ટ ખૂબ જ સારો અને શાનદાર રહ્યો છે. આ સંશોધન 15 એપ્રિલ 2021 ના રોજ ACS જર્નલ એપ્લાઇડ મટિરિયલ્સ અને ઇન્ટરફેસમાં પ્રકાશિત થયું છે. આ સંશોધન બાદ લોકોને આશા છે કે ઉનાળાની કાળઝાળ ગરમીમા લોકો રાહત મળશે.

Patel Meet