જુડવા બાળકના જન્મ થવા પાછળ લોજિક શુ છે ? જાણો

કેવી રીતે પેદા થાય છે જુડવા બાળકો ? ગર્ભમાં મેલ-ફીમેલ બનવાનું પૂરુ વિજ્ઞાન સમજો

કેટલીક મહિલાઓ ડિલીવરી દરમિયાન એક સાથે બે કે ત્રણ બાળકોને જન્મ આપે છે. મેડિકલ સાયન્સ અનુસાર, એક સ્પર્મથી માત્ર એક જ બાળક પેદા થાય છે તો પછી જુડવા બાળક પાછળ લોજિક શુ છે ? શું જુડવા બાળક પાછળ બે સ્પર્મ હોય છે ? બિલકુલ નહિ. પહેલા સ્પર્મના અંદર જતા જ ઇંડા પોતાને સીલ કરી લે છે અને તે બાદ ત્યાં કોઇ બીજુ સ્પર્મ દાખલ થઇ શકતુ નથી. તો પછી જુડવા બાળક કેવી રીતે પેદા થાય છે ? ઘણા સમયથી એવું માનવામાં આવે છે કે, જુડવા બાળકો સંયોગથી થાય છે. એમ્સ્ટર્ડમમાં વ્રીજે યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો છે કે આનો સંબંધ DNA સાથે છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ રીસર્ચમાં એ સામે આવ્યુ છે કે IVF અને કૃત્રિમ ગર્ભધારણમાં વધારાને કારણે પ્રત્યેક 42 બાળકોમાંથી એક બાળક જોડિયું પેદા થઈ રહ્યું છે. સંશોધકોએ એક જેવા દેખાતા જોડિયા બાળકોના જીનોમમાં 834 પોઈન્ટની શોધ કરી છે. આ બાળકો ફર્ટિલાઇઝ ઇંડાના બે ભ્રૂણમાં વિભાજીત થવાને કારણે પેદા થયા છે. એક રીસર્ચ અનુસાર પહેલાથી વધુ જોડિયા બાળકો વધુ પેદા થઈ રહ્યાં છે. વર્ષ 1980ના દાયકામાં પ્રતિ 1 હજાર ડિલીવરી પર જોડિયા બાળકોનો દર 9થી 12 પહોંચવાની સાથે એક તૃતિયાંશ સુધી વધી ગયો છે. તેનો અર્થ છે કે દુનિયામાં દર વર્ષે લગભગ 1.6 મિલિયન જોડિયા બાળકો પેદા થાય છે.

જુડવા બાળક બે રીતે થાય છે આઇડેંટિકલ અને નોન આઇડેંટિકલ. મેડિકલ ભાષામાં તેને મોનોજાઇગોટિક અને ડાયજાઇગોટિક કહેવામાં આવે છે. સામાન્ય રીતે મહિલાના શરીરમાં એક ઇંડુ હોય છે જે એક સ્પર્મથી મળીને એક ભ્રૂણ બનાવે છે. પરંતુ ઘણીવાર આ ફર્ટિલાઇઝેશનમાં એેક નહિ પરંતુ બે બાળક તૈયાર થાય છે. કારણ કે આ ફર્ટિલાઇઝેશન એક જ ઇંડાથી તૈયાર થાય છે આ માટે તેનો પ્લેસેંટા પણ એક હોય છે. આ અવસ્થામાં કાં તો બે છોકરાઓ અને કાં તો બે છોકરીઓ પેદા થાય છે.

આંકડાની માનીએ તો, 40 દિવસમાં એક ડિલીવરીમાં જુડવા બાળક પેદા થાય છે. તેમાં એક તૃતીયાંશ મોનોજાઇગોટિક અને બે તૃતીયાંશ ડાઇજાયગોટિક બાળક થાય છે. સ્ટડી જણાવે છે કે, છેલ્લા બે દાયકામાં જુડવા બાળકો પેદા હોવાની વાત સામાન્ય થઇ ગઇ છે. શું આના પાછળનું કારણ તમે જાણો છો ? રિસર્ચમાં સામે આવ્યું કે, લગભગ 12 ટકા ગર્ભધારણ મલ્ટીપલ હોય છે એટલે કે જોડિયા બાળકોનો ચાન્સ વધુ હોય છે, પરંતુ માત્ર બે ટકા કેસમાં જોડિયા બાળકોની ડિલીવરી થઈ શકે છે. આવી સ્થિતિને ‘વેનિશિંગ ટ્વિન સિન્ડ્રોમ’ કહેવામાં આવે છે.

એક્સપર્ટ્સ અનુસાર, પહેલાની તુલનામાં હવે મહિલાઓ મોટી ઉંમરમાં માતા બને છે. 30 વર્ષની ઉંમર બાદ આવું વધારે જોવા મળે છે. બીજુ કારણ એ છે કે IVF એટલે કે આર્ટિફિશિયલ ઇનસેમિનેશન જેવી તકનીકનો વધારે ઉપયોગ…આમાં પણ એકથી વધારે બાળકો પેદા થવાની સંભાવના બને છે.એક સમય એવો પણ હતો કે જુડવા બાળકોનુ પેદા થવુ એ લોકોને આશ્ચર્ય સમાન લાગતુ હતુ પરંત હવે તો જુડવા બાળકને પેદા થવા પાછળના વિજ્ઞાનને દુનિયા સમજી ચૂકી છે. જો કે, એકને થપ્પડ મારો તો બીજાને દર્દ થાય એવું માત્ર ફિલ્મોમાં જ હોય છે. અસલ જીવનમાં આવા સાક્ષ્ય નથી.

થોડા સમય પહેલા મોરક્કોમાં એક મહિલાએ એકસાથે 9 બાળકોને જન્મ આપ્યો હતો. આને જોઇએ તો, એક ઈંડુ ઘણા ભ્રૂણમાં વિભાજિત થયુ હશે. ત્રણ ભ્રૂણ સુધી આવું સંભવ છે. પરંતુ તેનાથી વધારે નથી થતુ. કે પછી મહિલાના શરીરમાં એકવાર ઘણા ઇંડા બની જાય. વૈજ્ઞાનિક કહે છે કે 35 વર્ષની ઉંમર બાદ આવું થઇ શકે છે. આ ઉંમરમાં શરીર મોનોપોજ તરફ વધી રહ્યુ હોય છે. આ વચ્ચે કોઇ મહીને એક પણ ઇંડા ન બને અને બીજા મહીને કદાચ બે કે ત્રણ બની જાય.

આની સંભાવના ત્યારે વધી જાય છે જયારે કોઇ મહિલા ફર્ટિલિટી ટ્રિટમેન્ટ કરાવે છે. એવામાં કાં તો દવા આપીને તેમના શરીરમાં ઇંડા બનાવવામાં આવે છે કાં તો પછી IVF ટ્રીટમેન્ટથી ઘણા ઇંડાને ફર્ટિલાઇઝ કરી શરીરની અંદર નાખવામાં આવે છે. સામાન્ય રીતે મહિલાને એક મહીના બાદ પ્રેગ્નેંસીનો અહેસાસ થાય છે. ત્યાં સુધી શરીરમાં ભ્રૂણ બની ગયુ હોય છે. જેનો આકાર 6 મિલીમીટર એટલે કે વટાણાના દાણાથી પણ અડધો હોય છે. આ સમયે ભ્રૂણનું ગળુ અને હાથ પગ બનવાના શરૂ થઇ જાય છે.

 

Shah Jina