દીકરાની સામે જ મારતી પત્ની, પ્રિન્સિપાલ પર પત્નીના ટોર્ચરનો CCTV વીડિયો જોઇ તમે પણ બૂમ પાડી ઉઠશો

સ્કૂલના પ્રિન્સિપાલને રોજ મારતી હતી પત્ની, ભાગીને પોલિસ સ્ટેશન પહોંચી કહ્યુ- મને બચાવી લો.. તવા અને બેટથી ખરાબ રીતે મારે છે.. જુઓ CCTV વીડિયો

મહિલાઓ સામે ઘરેલુ હિંસાના કિસ્સાઓ અવારનવાર સાંભળ્યા હશે, પરંતુ હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઘરેલુ હિંસાનો શિકાર એક પુરુષ બન્યો છે. પત્ની દ્વારા પતિને માર મારવાનો મામલો સામે આવતા જ ચકચાર મચી જવા પામી છે. પત્ની તેના પતિને એટલી નિર્દયતાથી મારતી હતી કે પતિ ઘરની બહાર ભાગી જતો હતો. ક્યારેક પતિને તે દીકરા સામે પણ મારતી હતી. પત્ની તેના પતિને ક્રિકેટના બેટથી રોજ માર મારતી હતી. પીડિત પતિએ પત્નીનું સત્ય બહાર લાવવા માટે ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. હવે પતિએ સીસીટીવી ફૂટેજ સાથે પત્નીનો પર્દાફાશ કરવા સમગ્ર હકિકતની જાણ પોલીસને કરી હતી.

કેસ નોંધાયા બાદ કોર્ટે પતિને સુરક્ષા આપવાનો આદેશ પણ આપ્યો છે.રાજસ્થાનના અલવરમાં એક સરકારી શાળાના પ્રિન્સિપાલને તેની પત્ની દ્વારા હેરાન કરવાનો મામલો સામે આવ્યો છે. પીડિત ભિવડીમાં રહે છે. તેમનો આરોપ છે કે પત્ની તેમની સાથે રોજ મારપીટ કરે છે. આ ઉપરાંત તેને ટ્રાયલમાં ફસાવી દેવાની ધમકી આપીને બ્લેકમેઇલ પણ કરે છે. આનાથી પરેશાન થઈને પ્રિન્સિપાલે ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા.જે બાદ પત્નીનું કૃત્ય સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયુ હતુ. અલગ-અલગ દિવસે રેકોર્ડ કરાયેલા ફૂટેજમાં શિક્ષકની પત્ની તેને મારતી જોવા મળે છે.

પીડિત પ્રિન્સિપાલે ભિવડી કોર્ટમાં રક્ષણ મેળવવાની અને ન્યાયની માંગણી કરી છે. પોલીસે હવે તેની સુરક્ષા માટે આદેશ જારી કર્યા છે. ઘરેલુ હિંસાનો ભોગ બનેલ અજીત સિંહ યાદવ એક સરકારી શાળાના પ્રિન્સિપાલ છે. પ્રિન્સિપાલે હરિયાણાના સોનીપતમાં રહેતી સુમન સાથે લવ મેરેજ કર્યા હતા. ત્યારપછી થોડા દિવસો સુધી જીવન સારું ચાલ્યું પરંતુ ધીરે ધીરે પત્નીના પતિ પર અત્યાચાર વધવા લાગ્યા. પરેશાન પ્રિન્સિપાલે હવે ભિવડી કોર્ટમાં પોતાનું રક્ષણ મેળવવા માટે ન્યાયની માંગ કરી છે.અજિત સિંહ યાદવે જણાવ્યું કે તેણે લગભગ 7 વર્ષ પહેલા સોનીપતની રહેવાસી સુમન સાથે લવ મેરેજ કર્યા હતા.

થોડા સમય પછી સુમનનું વલણ બદલાતું રહ્યું. આજકાલ પરિસ્થિતિ એવી છે કે તે ક્યારેક ક્રિકેટ રમવાના બેટ લઈને તો ક્યારેક ખાવાનું બનાવવાના તવાને લઈને મારે છે. આ સિવાય ઘરમાં કોઈ પણ વસ્તુ હાથમાં આવે તો તેનાથી મારવા લાગે છે. અજિત યાદવ શિક્ષકના વ્યવસાયની ગરિમાને ધ્યાનમાં રાખીને અહીં-ત્યાં સારવાર કરાવીને પોતાનો સમય પસાર કરી રહ્યા હતા, પરંતુ હવે તેઓ કોર્ટના શરણે આવ્યા છે. અજીત સિંહને એક પુત્ર પણ છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે સુમન તેના પુત્રની સામે પણ તેના પતિને નિર્દયતાથી માર મારી રહી છે.

અજિતે કોર્ટમાં સીસીટીવી ફૂટેજ રજૂ કર્યા છે. પત્નીના આટલા અત્યાચાર છત્તા પણ અજીત સિંહે ક્યારેય સુમન પર હાથ નથી ઉપાડ્યો અને કાયદો હાથમાં લીધો નથી. અજિત સિંહ કહે છે કે તે એક શિક્ષક છે. જો શિક્ષક મહિલા પર હાથ ઉઠાવે અને કાયદો પોતાના હાથમાં લે તો તે ભારતીય સંસ્કૃતિ અને તેના પદની વિરુદ્ધ છે. જો આ વાત તેમના વિદ્યાર્થીઓ સુધી ગઈ હોત તો તેમના પર શું અસર થાય.અજિત સિંહની હાલની સ્થિતિ એવી થઈ ગઈ છે કે તેઓ માનસિક રીતે એટલા બીમાર થઈ ગયા છે કે તેઓ થોડી જ ક્ષણોમાં બધું ભૂલી જાય છે.

વ્યક્તિ કામ અથવા સાથી સ્ટાફનું નામ પણ ભૂલી જાય છે. લગભગ એક મહિનાથી તે માર મારવાના ડરથી તેમના ઘરે ગયા નથી. તેઓ અહીં ત્યાં છુપાઈને પોતાનો સમય વિતાવી રહ્યા છે. અજીત સિંહનો આરોપ છે કે તેની પત્ની સુમનની આ સમગ્ર ઘટના અમેરિકામાં બેઠેલો તેનો ભાઈ ચલાવે છે. સુમન તેની સાથે તે જ રીતે વર્તે છે જે રીતે તેનો ભાઇ કહે છે. ભીવડીના અધિક પોલીસ અધિક્ષક, વિપિન શર્માએ જણાવ્યું હતું કે કોર્ટ દ્વારા પ્રિન્સિપાલને સુરક્ષા આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. પોલીસ કોર્ટ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટની તપાસ કરી રહી છે. આરોપી મહિલાને નિવેદન માટે બોલાવવામાં આવી છે. હાલ આ કેસની તપાસ ચાલુ છે.

Shah Jina