અમદાવાદના આ ભિખારીની ખુદ્દારી જોઈને તમે પણ કાયલ બની જશો, જુઓ વીડિયોમાં, સામેથી પૈસા આપવા છતાં પણ તેને ના પાડી દીધી

એક તરફ મહામારી ચાલી રહી છે ત્યારે લોકો આ સમયે કેવી રીતે પૈસા ભેગા કરવા તેના માટે મથામણ કરી રહ્યા છે, ઘણા લોકો ખોટી રીતે પૈસા કમાવવા માટેના કીમિયાઓ શોધે છે, તો ઘણા લોકો કાળાબજારી કરીને પણ પૈસા કમાતા હોય છે. પરંતુ આજે અમદાવાદના આ ભિખારીની ખુદ્દારી જોઈને તમે પણ કાયલ બની જશો.

સોશિયલ મીડિયામાં અમદાવાદના એક ભિખારીનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ તે ભિખારીને ખાવા માટે પૈસા આપવાની વાત જણાવી રહ્યો છે, પરંતુ ભિખારી પૈસા લેવાની ના પાડે છે. તે જણાવે છે કે તેને જમવાનું મળી ગયું એટલે બસ તેને પૈસાની કોઈ જરુ નથી.

પૈસા આપનારો વ્યક્તિ તેને પૈસા લેવા માટે અને પૈસાની જરૂરિયાત વિશે સમજાવે છે. પરંતુ તે પૈસા લેવાની ના જ પાડી દે છે. સાથે તેના ચહેરા ઉપર પણ પોતાની ગરીબીની સહેજ પણ દુઃખ નથી જોવા મળી રહ્યું. આ વ્યક્તિના વીડિયોની લોકો પ્રશંસા પણ કરી રહ્યા છે.

ઘણીવાર સમજાવ્યા બાદ પૈસા આપનાર તે વ્યક્તિ તેને મહાવીર જ્યંતિ છે એટલે પૈસા લેવા જ પડશે એમ સમજાવીને 100 રૂપિયા પરાણે આપે છે. આ ભિખારી પોતે સિવિલ રહેતો હોવાનું જણાવે છે. અને તેને મળી રહેતું બે ટાઈમનું જમવાનું તેના માટે પૂરતું છે. તેની બીજી કોઈ ચીજ વસ્તુની જરૂર નથી તેમ પણ તે જણાવે છે.

સોશિયલ મીડિયામાં આ ભિખારીનો વીડિયો વાયરલ થવાની સાથે જ તેની ખુદ્દારી અને તેના ચહેરા ઉપર ઝળકી રહેલી સ્માઈલના લોકો ખુબ  વખાણ કરે છે. તમે પણ જુઓ આ ખુદ્દાર ભિખારીનો વીડિયો

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel