થરાદમાં ભૂખ્યા સાસરિયાઓએ લીધો મહિલાનો જીવ, લાશને તળાવમાં ફેંકી દીધી અને આપઘાતમાં ખપાવવાનો કર્યો હતો પ્રયાસ, આ રીતે ફૂટ્યો ભાંડો

2 બાળકોની માતાની સાસુ, વડસાસુ, દીયરોએ ભેગા થઈને આ બાબતે ગળુ દબાવી હત્યા કરી, લાશ તળાવમાં ફેંકી દીધી, ફિલ્મી કહાનીથી ઓછી નથી થરાદમાં થયેલી મહિલાની હત્યા

Murder of married woman due to dowry : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પરણિત મહિલાઓ સાથે દહેજ (dowry) ને લઈને અત્યાચાર ગુજારવાના ઘણા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. ઘણા દહેજ ભૂખ્યા સાસરિયાઓએ પરણિતાઓનો જીવ પણ લીધા છે. કોઈની હત્યા કરી દેવામાં આવે છે તો કોઈ પરણિતા સાસરિયાના ત્રાસથી જીવન ટૂંકાવી દેતી હોય છે. ત્યારે હાલ તાજો જ મામલો થરાદ (tharad) માંથી સામે આવ્યો છે. જ્યાં સાસરિયાઓએ દહેજના કારણે મહિલાની હત્યા કરી નાખી.

2 સંતાનોની માતાને દહેજ માટે ત્રાસ આપતા સાસરિયા:

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના ગુંડાઉની મહિલાના લગ્ન થરાદ તાલુકાના આંતરોલી ગમે સાટા પ્રથા અનુસાર કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ મહિલાને બે સંતાનો પણ હતા, છતાં સાસરિયા દ્વારા મહિલાને દહેજના નામ પર વારંવાર ત્રાસ આપવામાં આવતો હતો. મહિલાનો પતિ સુરતમાં નોકરી કરતો હતો જયારે મહિલા ગામમાં જ તેના સાસરિયાઓ સાથે જ રહેતી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

ઘરેણાં નાના છે એમ કહીને અત્યાચાર કરતા:

મહિલાએ બે વાર 20-20 હજાર રૂપિયા પણ ઓનલાઇન મોકલ્યા હતા. તેમ છતાં દહેજમાં આપવામાં આવેલા દાગીનાને લઈને પણ ત્રાસ ગુજારવામાં આવતો. દાગીના નાના છે એમ કહીને વારંવાર પ્રતાડિત પણ કરવામાં આવતી. એટલેથી પણ સાસરિયાઓને સંતોષ ના થતા ગત 26 એપ્રિલના રોજ પરણિતાનું ગળું દબાવીને હત્યા કરી નાખી અને પોતાનું પાપ છુપાવવા માટે મહિલાની લાશને તળાવમાં ફેંકીને હત્યાને આપઘાતમાં ખપાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો.

ગળું દબાવી પરિણીતાની હત્યા કરી:

તળાવમાંથી લાશ મળતા જ પરણિતાને પિતાને શંકા ગઈ હતી. જેના બાદ લાશનું પોસ્ટમોર્ટમ કરાવતા સાસરિયાંઓ ભાંડો ફૂટ્યો અને મહિલાની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું. જેના બાદ પરિણીતાના પિતાએ આ મામલે સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસે 302 સહીતની કલમ લગાવી સાસરિયાઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel