હજી તો એક મહિના પહેલા જ થયા હતા લગ્ન, પરિણિતાએ કર્યો આપઘાત, વાંચો વિગત

લગ્નના એક મહિના બાદ જ નવવિવાહિતાએ કરી આત્મહત્યા, પોલિસે ફૌજી પતિ અને સાસુએ શું કર્યું જાણો છો?

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાંથી એક નવવિવાહિતાની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. જાણકારી અનુસાર, એક મહિના પહેલા જ યુવતિના લગ્ન થયા હતા. હવે તેણે આત્મહત્યા કરી લીધી છે. પરિવારજનોનો આક્ષેપ છે કે, તેને આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવી છે. પોલિસે તેના પતિ અને સાસુની ધરપકડ કરી છે.

મંડીના સરકાઘાટ ઉપમંડલના ગ્રામ પંચાયત સમારોહના બલ્હ પરનૌહ ગામમાં એક નવવિવાહિતાની સંદિગ્ધ મોત મામલામાં પતિ અને સાસુની પોલિસે ધરપકડ કરી છે. સસુરાલ પક્ષ વાળા આ મામલાને આત્મહત્યા જણાવી રહ્યા છે અને ત્યાં જ મૃતકના પરિવારજન આ મામલાને લઇને સવાલ ઊભા કરી દીધા છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, પોલિસે આત્મહત્યા માટે ઉકસાવવા સંબંધી મામલો દાખલ કરી દીધો છે. શુક્રવારે મૃતકના મૃતદેહનુ પોસ્ટમોર્ટમ સિવિલ હોસ્પિટલ સરકાઘાટમાં પોલિસ અને પરિવારજનોની હાજરીમાં કરવામાં આવ્યુ અને તે બાદ મૃતદેહને પરિવારજનોના હવાલે કરી દીધો હતો.

પોલિસનું કહેવુ છે કે, પિયરપક્ષ તરફથી ઘણા સંગીન આરોપ લગાવવામાં આવ્યા છે. જેની પોલિસ તપાસ કરી રહી છે. આ મામલાની તપાસ ચાલુ છે અને મૃતકના પતિ તેમજ સાસુની પોલિસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 25 એપ્રિલ 2021ના રોજ યુવતિના લગ્ન સરકાઘાટના બલ્હ પરનોહના અજય કુમાર સાથે થઇ હતી અને તે ભારતીય સેનામાં છે. જો કે, હવે તે પોલિસની ગિરફતમાં છે.

Shah Jina