પોપ્યુલર ટીવી ધારાવાહિક “સરસ્વતીચંદ્ર”માં કામ કરી ચૂકેલી અભિનેત્રી બંધાઇ લગ્નના બંધનમાં, સરેઆમ દુલ્હાએ કરી દીધી મંડપમાં કિસ

અમદાવાદી અભિનેત્રીએ શાઈની દોશીએ ઘરમાં જ પ્રેમી સાથે લગ્ન કર્યાં, લગ્નમંડપમાં કિસ કરતા PHOTOS વાયરલ

પોપ્યુલર ટીવી ધારાવાહિક “સરસ્વતીચંદ્ર”માં કામ કરી ચૂકેલી અને હાલ સ્ટાર પ્લસ શો “પાંડ્યા સ્ટોર”માં કામ કરતી અભિનેત્રી શાઇની દોશીએ 15 જુલાઇના રોજ તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ અને બિઝનેમેન લવેશ ખેરજાની સાથે લગ્ન કર્યા હતા. કપલની લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઇ રહી છે.

દુલ્હનના આઉટફિટમાં શાઇની દોશી સ્ટનિંગ લાગી રહી હતી. ટ્રેડિશનલ લાલ સાડીમાં શાઇની ખૂબ જ ખૂબસુુરત લાગી રહી હતી. લવેશે વ્હાઇટ કુર્તા પાયજામા સાથે પિંક પાઘડી પહેરી હતી. આ અટાયરમાં તે ઘણો હેન્ડસમ લાગી રહ્યો હતો.

નથ, નેકલેસ, ટીકો, હાથમાં ચૂડો પહેરેલી શાઇની સ્ટનિંગ બ્રાઇડ લાગી રહી હતી. શાઇનીએ સિંપલ હેરસ્ટાઇલ રાખી હતી. શાઇની દોશીની લગ્નની રસ્મો નિભાવતી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

શાઇનીના લગ્ન પ્રાઇવેટ રાખવામાં આવ્યા હતા, જયાં ઓછા લોકોને બોલાવવામાં આવ્યા હતા. શાઇની અને લવેશની એક તસવીર સામે આવી છે, જેમાં કપલ કિસ કરતા જોવા મળી રહ્યા છે. લવેશે શાઇનીને લગ્નના મંડપમાં ઉઠાવી કિસ કરી લીધી હતી. કપલનો આ રોમેન્ટિક અંદાજ તેમના ચાહકોને ઘણો પસંદ આવ્યો હતો.

શાઇનીની મહેંદી 14 જુલાઇના રોજ થઇ હતી.. ઇવેન્ટમાં કપલે દિલ ખોલીને ડાંસ કર્યો હતો. મહેંદીના દિવસે શાઇની સાથે લવેશને જોવામાં આવ્યો હતો. કપલે સાથે તસવીરો પણ ક્લિક કરાવી હતી.

લવેશ ટીવી ઇન્ડસ્ટ્રીથી નથી પરંતુ તે એક બિઝનેસમેન છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. 4 જાન્યુઆરી 2020ના રોજ કપલે સગાઇ કરી હતી અને સોશિયલ મીડિયા પર તસવીરો પણ શેર કરી હતી.

શાઇની અને લવેશ બંને એકબીજાને છેલ્લા 3 વર્ષોથી ઓળખે છે. બંનેને શાઇનીની બેસ્ટ ફ્રેન્ડ અને અભિનેત્રી પ્રણિતા પંડિતે મળાવ્યા હતા. લવેશ અને પ્રણિતા ઘણા સમયથી એકબીજાને જાણે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Things (@viral_things12)

Shah Jina