ટીવીથી લઇને બોલિવુડ સુધીની સફર કરી ચૂકેલી સારા ખાન એકવાર તેની વાપસીની ખબરોને લઇને ચર્ચામાં છે. તે શાહિદ કાઝમીની ફિલ્મ ‘1990’થી બોલિવુડમાં વાપસી કરી રહી છે. તેની વાપસીને લઇને જ્યાં ચાહકો ખુશ છે, ત્યાં તેના સાથે જોડાયેલ કેટલાક વિવાદો એકવાર ફરી ચર્ચામાં આવી ગયા છે. સારા ખાને ટીવી પર વર્ષ 2007માં ‘સપના બાબુલ કા..બિદાઇ’ સાથે અભિનયની શરૂઆત કરી હતી. સારાએ વર્ષ 2015માં આવેલી ઇમરાન હાશમી અને વિદ્યા બાલનની ફિલ્મ ‘હમારી અધૂરી કહાની’થી પોતાનું ડેબ્યુ કર્યુ હતુ.
આ ફિલ્મને મોહિત સૂરીએ ડાયરેક્ટર કરી હતી અને ફિલ્મ હિટ પણ રહી હતી. મોટી સ્ક્રીન પર સારાની એક્ટિંગને ચાહકોએ પસંદ પણ કરી હતી. આ ફિલ્મમાં સારાએ નઇલાનો રોલ પ્લે કર્યો હતો. સારાએ આમ તો ટીવી શોમાં દર્શકોને પોતાની ખૂબસુરતીથી ઇમ્પ્રેસ કર્યા છે, પણ તે ઘણીવાર તેની પર્સનલ લાઇફને લઇને નેટિજન્સની આંખોની કિરકિરી બની ચૂકી છે. સારા એ દિવસોમાં નેટિજન્સની આંખોની કિરકિરી બની જ્યારે બાથરૂમમાં ન્હાતા સમયે તેનો પ્રાઇવેટ વીડિયો સામે આવ્યો હતો.
વીડિયોમાં તેને આપત્તિજનક સ્થિતિમાં જોઇ નેટિજન્સ ઘણા નારાજ થયા હતા. જો કે, વીડિયોને લઇને સારાએ સ્પષ્ટત કરી હતી કે તેની બહેને તેનો ન્હાતા કપડા વગરનો વીડિયો અપલોડ કરી દીધો હતો. જો કે, બહેને વીડિયો તરત ડીલિટ પણ કરી દીધો હતો પણ ત્યાં સુધી ઘણું મોડુ થઇ ગયુ હતુ અને વીડિયો વાયરલ થઇ ગયો હતો. ગત વર્ષે સારા કંગના રનૌત દ્વારા હોસ્ટ કરવામાં આવેલ શો ‘લોકઅપ’માં જોવા મળી હતી. આ શોમાં સારાએ તેની લાઇફને લઇને ઘણી દિલચસ્પ વાતો શેર કરી હતી. તેમાં એક ખુલાસો એક્સ હસબન્ડ અલી મર્ચેંટ સાથે જોડાયેલો હતો.
લોકઅપમાં સારાએ પૂર્વ પતિ અલી વિશે કહ્યુ હતુ કે હું ઘણી નાની હતી અને મારામાં મગજ નહોતુ, જે થઇ ગયુ તે થઇ ગયુ. તે કંટ્રોવર્સી પોઇન્ટ શોધે છે કારણ કે તે પબ્લિસિટીનો ભૂખ્યો છે. જણાવી દઇએ કે, 2010માં સારા અને અલીએ બિગબોસ 4ના ઘરમાં નિકાહ કર્યા હતા, પણ ઘરેથી બહાર આવ્યા બાદ બંનેનો સંબંધ લગભગ બે મહિનામાં જ તૂટી ગયો હતો અને તેમના છૂટાછેડા થઇ ગયા હતા.
એવું કહેવામાં આવી રહ્યુ હતુ કે બંનેએ પબ્લિસિટી માટે નેશનલ ટીવી પર લગ્ન કર્યા અને આના માટે તેમને 50 લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. સારાની ગણતરી એ અભિનેત્રીઓમાં થાય છે જે જોખમ ઉઠાવવાથી કતરાતી નથી અને તેના લુક માટે એક્સપરીમેન્ટ કરતી રહે છે. સારા પણ ખૂબસુરત દેખાવા માટે લિપ સર્જરી કરાવી ચૂકી છે.
જો કે, સારાએ સર્જરીની વાતનો ઇનકાર કરતા કહ્યુ હતુ કે તેણે લિપ કલર કરાવ્યો છે. જણાવી દઇએ કે, સારા અને અલી બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે. અલીએ સારા સાથે છૂટાછેડા બાદ વર્ષ 2016માં લગ્ન કર્યા હતા પણ વર્ષ 2021માં તેના છૂટાછેડા થઇ ગયા હતા. ત્યાં સારા અલી ખાન પાયલટ શાંતનુ રાજેને ડેટ કરી રહી છે.