લંડનમાં બેગમ કરીના સાથે રોમેન્ટિક વેકેશન માણી રહ્યો હતો સૈફ અલી ખાન, સારા અને ઇબ્રાહિમે પહોંચતા જ રંગમાં પડાવ્યો ભંગ

સાવકી બહેન સારા અલી ખાન સાથે દોઢ વર્ષનો કરિનાનો જેહ નીકળી પડ્યો લંડનમાં ફરવા….સારા અને ઇબ્રાહિમ સાથે જેહ બાબાની તસવીરો થઇ વાયરલ

આ દિવસોમાં બોલિવૂડ સેલેબ્સ વેકેશનની ઉજવણી કરી રહ્યા છે. થોડા સમય પહેલા જ મલાઇકા અને અર્જુન લવ ઓફ સિટી પેરિસમાં વેકેશન માણી પરત આવ્યા છે, ત્યાં બોલિવુડના નવાબ કહેવાતા સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન તેમના બાળકો સાથે લંડનમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે. આ દરમિયાન સારા અને ઈબ્રાહિમ પણ લંડન પહોંચી ગયા છે. પટૌડીના વેકેશનની કેટલીક ખાસ તસવીરો સારા અલી ખાન અને કરીના કપૂર ખાને સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી છે.

આ તસવીરોમાં જ્યાં સૈફ પોતાના બાળકો સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે, ત્યાં ફેન્સ આ ફ્રેમમાં કરીના કપૂરને ખૂબ મિસ કરી રહ્યા છે. સારા અલી ખાને આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં તમે જોઈ શકો છો કે સૈફ સારા-ઈબ્રાહિમ અને નાના પુત્ર જેહ સાથે મસ્તીભર્યા મૂડમાં જોવા મળી રહ્યો છે. તસવીરોમાં જોવા મળી રહ્યુ છે કે, સારા જેહ, ઈબ્રાહિમ અબ્બા સૈફ સાથે શાહી અંદાજમાં જોવા મળી રહી છે. સૈફ લંડનમાં સારા અને ઈબ્રાહિમ સાથે સમય વિતાવી રહ્યો છે ત્યારે કરીના તેના મિત્રો અને ગર્લ ગેંગ સાથે મસ્તી કરી રહી છે.

સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર વેકેશનની ઘણી સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સારા એક કરતા વધારે શાનદાર લુકમાં જોવા મળી રહી છે. સારાના વેકેશન લુક્સ સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બની ગયા છે અને ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. તસવીરમાં સારા અને ઈબ્રાહિમ વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળી રહી છે. આ સિવાય સારા સોતેલા ભાઇ જેહ સાથે પણ ખાસ અંદાજમાં જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે બીજા લગ્ન પછી પણ સૈફ સારા અને ઈબ્રાહિમને પૂરો સમય આપે છે. સારા અને સૈફની બોન્ડિંગ દરેકને પસંદ છે. સૈફના ચારેય બાળકો વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ છે. સારા અને ઇબ્રાહિમ સૈફ-કરીનાના બે પુત્રો તૈમુર અને જેહની ખૂબ નજીક છે. ઘણીવાર સારા તૈમુર અને જેહને મળવા માટે ઘણી બધી ભેટો સાથે સૈફ-કરીનાના ઘરે પણ જાય છે. સારા અને ઈબ્રાહિમ બી-ટાઉનની સૌથી લોકપ્રિય ભાઈ-બહેનની જોડી છે.

સારા અવારનવાર ઇબ્રાહિમ સાથેની પોતાની એકથી વધુ સુંદર તસવીરો શેર કરે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા ટૂંક સમયમાં આદિત્ય ધરની ફિલ્મ ‘ધ ઈમોર્ટલ અશ્વત્થામા’માં વિક્કી કૌશલ સાથે જોવા મળશે.આ ઉપરાંત સારા અલી ખાન લક્ષ્મણ ઉક્તરની અનટાઈટલ્ડ ફિલ્મમાં પણ જોવા મળશે. સારા છેલ્લે અક્ષય કુમાર અને ધનુષ સાથે આનંદ એલ રાયની ‘અતરંગી રે’માં સ્ક્રીન પર જોવા મળી હતી.

Shah Jina