સારા અલી ખાને ભરી ફ્લાઇટમાં કર્યુ એવું કામ કે…બધા રહી ગયા હેરાન, એકે છૂપી રીતે બનાવી લીધો વીડિયો

સારાએ પ્લેનમાં એવું કામ કર્યું કે બધા ચોંકી ગયા, ગુપ્ત વીડિયો બની ગયો જુઓ

બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાનને હાલમાં જ દિલ્લી એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. હંમેશાની જેમ સારા આ વખતે પણ ખૂબસુરતી અને સ્ટાઇલથી લોકોનું દિલ જીતી રહી હતી. જો કે, એક વાત જે લોકોને સારામાં સૌથી વધારે સારી લાગે છે તે છે તેનો ચાહકો માટેનો પ્રેમ અને સારુ વલણ. સારા અલી ખાનને ઘણી વખત ચાહકો સાથે વાતચીત કરતી અથવા તો તેમની સાથે તસવીરો ક્લિક કરાવતી જોઈ શકાય છે.

ત્યારે હાલમાં સારા અલી ખાને ફ્લાઈટમાં કંઈક એવું કર્યું, જેને જોઈને હવે સોશિયલ મીડિયા પર અભિનેત્રીના વખાણ થઈ રહ્યા છે. સારાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ફ્લાઈટમાં જોવા મળી રહી છે. આ દરમિયાન, જ્યારે એક એટેન્ડન્ટ સારાને સેલ્ફી લેવા માટે કહે છે, ત્યારે સારા ના નથી પાડી રહી અને અલગ-અલગ એંગલથી તેના ફેનને સેલ્ફી આપી રહી છે. આ પછી સારા તેની સીટ પર આવીને બેસી જાય છે.

સારાની આ હરકત ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. સારાના વીડિયો પર કમેન્ટ કરતાં એક યુઝરે કહ્યું- કેવી ડાઉન ટુ અર્થ છે, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું- તે ખૂબ જ ક્યૂટ છે. જણાવી જઇએ કે, સારા અલી ખાન અને ક્રિકેટર શુભમન ગિલ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી અફેરના અહેવાલો આવી રહ્યા છે. જો કે આ અંગે બંનેએ અત્યાર સુધી મૌન સેવ્યું છે. જો કે, સારા અને શુભમન ફરીથી ડેટિંગના અહેવાલો વચ્ચે સાથે જોવા મળ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને દિલ્હીમાં સાથે જોવા મળ્યા હતા. સારા અને શુભમન ફ્લાઈટમાં પણ જોવા મળ્યા હોવાના અને સાથે બેઠા હોવાના અહેવાલ હતા. સારા અને શુભમનના અફેરના સમાચાર પર લોકો વિશ્વાસ કરી રહ્યા છે. પરંતુ સત્ય શું છે, આ માત્ર સારા અને શુભમન જ જાણે છે.

Shah Jina