પાટણમાં લક્ઝરી બસની એવી ખતરનાક રીતે ટકરાઈ કે બસના આગળના ભાગના ફૂરચા નીકળી ગયા, નબળા હૃદય વાળા આ તસવીરો ભૂલથી પણ ન જુએ

ગુજરાતમાંથી અલગ અલગ અકસ્માતોની ઘટના સામે આવતી રહે છે. ઘણીવાર કાર અને બાઇક વચ્ચે તો ઘણીવાર લક્ઝરી બસ અને અન્ય કોઇ વાહન વચ્ચે અકસ્માત સર્જાતો રહે છે. ત્યારે આજે રાજયમાં એક જ દિવસમા ત્રણ અલગ અલગ અકસ્માતોની ખબર સામે આવી છે. ખાનગી લક્ઝરી બસ અને એસટી બસ વચ્ચે ત્રણ અલગ અલગ અકસ્માત સર્જાયાના બનાવ સામે આવ્યા છે. એક અકસ્માત પાટણમાં બન્યો છે અને એક નર્મદા જિલ્લામાં બન્યો છે. આ ઉપરાંત ત્રીજો અકસ્માત અમદાવાદ મહેસાણા હાઇવે પર બન્યો છે.

અમદાવાદ મહેસાણા હાઇવે પર એક લક્ઝરી બસને અકસ્માત નડતા 14 લોકોને ઇજા પહોંચી છે. આ બનાવ ભાસરીયા ચોકડી પાસે બન્યો હતો. લક્ઝરી બસ હાઇવે પરના ડિવાઇડર પર ચઢી ગઇ હતી, જેને કારણે 14 લોકોને નાની-મોટી ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં જે લોકો ઘાયલ થયા હતા તેમને અમદાવાદ અને મહેસાણા ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

બીજા એક અકસ્માતની વાત કરીએ તો, નર્મદાના બેડવાણથી અંકલેશ્વર જતી એસટીબસના ચાલકે બાઇક ચાલકને બચાવવા જતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ દરમિયાન બસમાં 58 જેટલા લોકો સવાર હતા અને તે બધાને નાની મોટી ઇજા થવા પામી હતી. તેમને ડેડિયાપાડા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ વધુ ઇજાગ્રસ્ત લોકોને રાજપીપળા ખસેડાયા હતા.

ત્રીજા અકસ્માતની વાત કરીએ તો, પાટણના સાંતલપુર હાઇવે પર અકસ્માતગ્રસ્ત વાહન સાથે એક બસની ટક્કર થઇ હતી અને આ બસ મુંદ્રાથી રાજસ્થાન તરફ જઇ રહી હતી. ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં 25 લોકોને ઇજા પહોંચી હતી,જેમાંથી 4ની હાલત ગંભીર છે. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઇ જવા પામ્યા હતા.

Shah Jina