પોતાના ઘરની છત પર શિવ પૂજા કરાવતો જોવા મળ્યો અભિનેતા સંજય દત્ત, તસ્વીરોમાં બાબાની શિવભક્તિ જોઈને ચાહકોએ કર્યા વખાણ, જુઓ તસવીરો
Sanjay Dutt Hosted A Shiv Pooja : હાલ ભગવાન શિવનો પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઇ ગયો છે. જો કે ગુજરાતમાં અમાવસના દિવસથી શ્રાવણની શરૂઆત માનવામાં આવે છે પરંતુ દેશના મોટાભાગના ક્ષેત્રોમાં પૂર્ણિમાથી શ્રાવણ માસની શરુઆત માનવામાં આવે છે. ત્યારે આ દરમિયાન શિવભક્તો પણ ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળે છે. સામાન્ય માણસની જેમ સેલેબ્રિટીઓ પણ આ મહિને શિવ ભક્તિમાં લિન થતા હોવા મળે છે. ત્યારે હાલમાં જ બોલીવુડના દીગ્ગજ અભિનેતા સંજય દત્ત પણશિવભક્તિમાં લિન જોવા મળ્યો.
પોતાના ઘરે કરી શિવપૂજા :
સંજય દત્તે મુંબઈમાં પોતાના ઘરે શિવ પૂજા કરી હતી અને આ પૂજાની ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તાજેતરમાં જ સંજય દત્તે તેનો 64મો જન્મદિવસ ઉજવ્યો હતો. સંજયે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઘરે કરવામાં આવેલી આ પૂજાની તસવીરો શેર કરી છે. સંજય દત્તે ઘરના ટેરેસ પર ભગવાન શંકરની પૂજા કરી હતી, સંજય દત્તે ભગવાન શિવની પૂજા માટે ઘણા પંડિતોને બોલાવ્યા હતા. સંજયે પોતાની પૂજાની ઘણી તસવીરો શેર કરી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે ભગવાન શિવના કેટલા મોટા ભક્ત છે.
સુવર્ણ શિવલિંગ મળ્યું જોવા :
સંજય દત્તે આ તસવીરો શેર કરીને લખ્યું, ‘આજે મેં અદભુત શિવ પૂજા કરી. સર્વત્ર શિવ.’ માન્યતાએ સંજયની આ પોસ્ટ પર લખ્યું છે – હર હર મહાદેવ. આ તસવીરોમાં સંજય દત્તના ઘરની બહાર ટેરેસ વિસ્તારમાં સોનેરી શિવલિંગ દેખાય છે. આ તસવીરોમાં સંજય દત્ત શિવલિંગની પૂજા કરતા અને તેને જળ ચઢાવતા જોવા મળે છે. આ દરમિયાન અભિનેતાએ સફેદ કુર્તો પહેર્યો છે અને સાથે જ ઘણા બ્રાહ્મણો પણ જોવા મળી રહ્યા છે.
બાબાની ભક્તિથી પ્રભાવિત થયા ચાહકો :
તાજેતરમાં જ પોતાનો 64મો જન્મદિવસ ઉજવનાર સંજય દત્ત શિવની ભક્તિમાં મગ્ન લાગે છે. તેમણે શ્રાવણમાં ભગવાન શંકરની સંપૂર્ણ વિધિથી પૂજા કરી છે. સંજય દત્તની ભક્તિથી તેના ચાહકો ઘણા ખુશ દેખાઈ રહ્યા છે. લોકોએ ઘણી વસ્તુઓ પણ લખી છે. ઘણા લોકોએ ‘હર હર મહાદેવ’, ‘જય ભોલેનાથ’ લખીને સંજુ બાબા માટે પ્રેમ વરસાવ્યો છે. આ ઉપરાંત ઘણા ચાહકો સંજય દત્તના આ શિવ ભક્તિના વખાણ પણ કરતા જોવા મળી રહ્યા છે.