જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશનની કમાણી જાણી ઉડી જશે હોંશ, ક્રિકેટરને આપે છે જબરદસ્ત ટક્કર- મજેદાર રહી છે લવ સ્ટોરી

કમાણીના મામલે બુમરાહથી પાછળ નથી સંજના, દિલચસ્પ છે બંનેની લવ સ્ટોરી

પહેલી મુલાકાતમાં બુમરાહને ઘમંડી લાગી હતી સંજના ગણેશન, પછી આવી રીતે પ્રેમ ચઢ્યો પરવાન- ખૂબ ફિલ્મી છે જસ્સી અને સંજનાની લવ સ્ટોરી

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે અનેક મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જસપ્રીત બુમરાહ હાલમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર ગણાય છે. બોલ નવો હોય કે જૂનો, તે બંને સાથે વિકેટ લેવામાં નિપુણતા ધરાવે છે. ટીમના કેપ્ટનને જ્યારે પણ વિકેટની જરૂર પડે છે ત્યારે ‘જસ્સી’ તેના માટે ટ્રમ્પ કાર્ડ હોય છે. જો કે, કેટલીકવાર બુમરાહ તેના પર્ફોર્મન્સ માટે નહીં પરંતુ અંગત જીવનને લઇને પણ ચર્ચામાં રહે છે.

બુમરાહ અને તેની પત્ની સંજના ગણેશન ઘણીવાર સોશિયલ મીડિયા પર ફોટા શેર કરે છે. બુમરાહની પત્ની સંજના વ્યવસાયે સ્પોર્ટ્સ એન્કર છે. તે ટીવી પ્રેઝેંટર છે. બુમરાહ અને સંજનાએ વર્ષ 2021માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને 3 વર્ષ જેટલો સમય થઇ ગયો છે અને બંને એક પુત્ર પણ છે જેનું નામ તેઓએ અંગદ રાખ્યુ છે. કમાણીની વાત કરીએ તો સંજના પણ બુમરાહથી પાછળ નથી. રિપોર્ટ્સ અનુસાર તેની કમાણી 20 થી 40 લાખ રૂપિયા છે.

જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. કેટલાક અહેવાલો અનુસાર, જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશનની પહેલી મુલાકાત 2017માં IPL દરમિયાન થઈ હતી. જણાવી દઈએ કે સંજના સ્ટાર સ્પોર્ટ્સની ફેમસ એન્કર છે અને તે રમતની બારીકીઓને સારી રીતે સમજે છે. બુમરાહે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે પહેલી મીટિંગમાં સંજના તેને ખૂબ જ ઘમંડી લાગી હતી. સંજનાને પણ બુમરાહ માટે આવી જ ફીલિંગ હતી.

જો કે આ પછી બુમરાહ અને સંજના સોશિયલ મીડિયા પર મિત્રો બન્યા અને વાતચીત બાદ બંનેના દિલમાં એકબીજા માટે પ્રેમ જાગવા લાગ્યો. વર્ષ 2019માં એકબીજાને દિલ આપનાર સંજના અને બુમરાહે બે વર્ષ સુધી ગુપ્ત રીતે ડેટિંગ બાદ વર્ષ 2021માં લગ્ન કર્યા. 15 માર્ચ 2021ના ​​રોજ બુમરાહ અને સંજના કાયમ માટે એકબીજાના બની ગયા. સ્પોર્ટ્સ એન્કર બનતા પહેલા સંજના ગણેશન મોડલિંગની દુનિયામાં ઘણું નામ કમાઈ ચૂકી હતી.

સંજના ફેમસ શો મિસ ઈન્ડિયામાં ફાઇનલ સુધીની સફર કરી ચૂકી છે. સંજના જસપ્રિત કરતાં લગભગ બે વર્ષ મોટી છે. તેનો જન્મ 6 મે 1991ના રોજ પુણેમાં થયો હતો જ્યારે જસપ્રીતનો જન્મ 6 ડિસેમ્બર 1993ના રોજ થયો હતો. સંજનાએ પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. તેણે 2014 મિસ ઈન્ડિયા પેજન્ટમાં ભાગ લીધો હતો અને તે ફાઇનલ સુધી પહોંચી હતી. તે એમટીવીના શો સ્પોર્ટ્સવિલામાં પણ જોવા મળી ચૂકી છે.

બીજી તરફ અમદાવાદમાં જન્મેલ જસપ્રીતે 5 વર્ષની ઉંમરે પિતાને ગુમાવ્યા હતા. તે તેની શિક્ષક માતાની દેખરેખ હેઠળ મોટો થયો. જસપ્રિત નાનપણથી જ ક્રિકેટનો શોખ ધરાવતો હતો પરંતુ શરૂઆતના કેટલાક વર્ષો તેના માટે મુશ્કેલ રહ્યા. આ એક એવો સમય હતો જ્યારે તેને શુઝ જોડી ખરીદવા માટે પણ સંઘર્ષ કરવો પડતો હતો.

Shah Jina