મનોરંજન

વાહ પતિ હોય તો આવો, લગ્નનો એક મહિનો પૂર્ણ થવા ઉપર સના ખાનને પતિએ આપી આ સુંદર ભેટ

બોલીવુડને અલવિદા કહી દેનારી બૉલીવુડ અભિનેત્રી સના ખાને સુરતના મૌલાના મુફ્તી અનસ સૈયદ સાથે લગ્ન કરી અને સૌને હેરાન કરી દીધા હતા. લગ્ન બાદ સના અને તેના પતિ ખુબ જ ચર્ચામાં પણ રહ્યા હતા. તે બંનેના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી. લગ્ન બાદ સના અને પતિ અનસ હનીમૂન મનાવવા માટે કાશ્મીરમાં પહોંચ્યા હતા. જ્યાંની પણ ઘણી તસવીરો વાયરલ થઇ હતી. સના અને અનસના લગ્નને એક મહિનો પૂર્ણ થઇ ગયો છે. ગયા મહિનાની 20 નવેમ્બરના રોજ બંનેએ લગ્ન કરી લીધા હતા.

Image Source