સિદ્ધાર્થ શુકલાના અંતિમ સંસ્કારમાં મચી ગયો હોબાળો, પોલીસ ઉપર ભડકી ઉઠી સંભાવના શેઠ, ઘટના થઇ કેમેરામાં કેદ

અભિનેતા સિદ્ધાર્થ શુકલાનો ગઈકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો, આ દરમિયાન ટીવી અને ફિલ્મ જગતના ઘણા બધા સિતારો તેને અંતિમ વિદાય આપવા માટે હાજર રહ્યા હતા. આ દરમિયાન નાના પડદાની ખ્યાતનામ અદાકારા સંભાવના શેઠ પણ તેમના પતિ સાથે સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં જોડાઈ હતી. જ્યાં પોલીસ સાથે સંભાવનાની માથાકૂટનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

મામલો એવો હતો કે જયારે સંભાવના તેના પતિ અવિનાશ દ્વિવેદી સાથે સિદ્ધાર્થ શુકલાના અંતિમ સંસ્કારમાં આવી ત્યારે ભીડને સાચવવા દરમિયાન એક પોલીસ અધિકારી દ્વારા સંભાવનાના પતિને પાછળ ખસવા માટે ધક્કો મારવામાં આવ્યો. એટલું જ નહિ ધક્કો મારતા સમયે પોલીસ અધિકારીએ સંભાવનાના પતિ અવિનાશના મોઢા ઉપર હાથ રાખીને પાછળ ધકેલ્યા.

આ જોઈને સંભાવના ભડકી ઉઠી અને પોલીસ વાળા સાથે તેની માથાકૂટ થઇ ગઈ. આ દરમિયાન કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો જેના બાદ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. સંભાવના તેના પતિ સાથે ઓશિવારા સ્મશાન ઘાટ ગઈ હતી. જ્યાં સિદ્ધાર્થના અંતિમ વિધિ થવાના હતા.

 

View this post on Instagram

 

A post shared by Stars Buzz (@instantbuzzbollywood)

અહીંયા પોલીસે ભીડને સાચવવા દરમિયાન પહેલા સંભાવનાના પતિની ટીશર્ટ પકડી અને પછી મોઢાથી તેમને પાછળ ધકેલી દીધા. આ વાત પહેલા અવિનાશ ભડક્યો અને પછી સંભાવના. આ સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ થઇ ગયો જેમાં સંભાવના પોલીસવાળાથી ઘેરાયેલી નજર આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)


સૌથી પહેલા અવિનાશના એક મિત્રએ પોલીસ વાળાને કહ્યું કે તમે એમને અડ્યા જ કેમ ? જેના બાદ અવિનાશે પોલીસવાળાને મારવાની વાત ઉઠાવી.આ બધા વચ્ચે જ સંભાવનાએ પતિ અવિનાશને પોતાની તરફ ખેંચ્યો અને તેમની માથાકૂટ શરૂ થઇ ગઈ. અંતમાં બધા જ સંભાવનાને પોલીસવાળા ઉપર બૂમો પડવાથી રોકી રહ્યા હતા. પરંતુ સંભાવના પોતાના ગુસ્સો ઉપર કાબુ નહોતી કરી શકતી.

Niraj Patel