ફિલ્મી દુનિયા

વાજિદ ખાનના નિધન મામલે સલમાન ખાને વ્યક્ત કર્યું દુઃખ, એક સમયે વાજિદે સલમાનની કરિયરને બચાવી હતી

બોલીવુડની જાણીતી જોડી સાજીદ-વાજિદ ફેમ વાજિદ ખાને રવિવારે રાતે 42 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. વાજિદ ખાનના અચાનક નિધનથી સમગ્ર બૉલીવુડની સાથે-સાથે ફેન્સમાં પણ શોક છવાઈ ગયો છે. ઇન્ડસ્ટ્રીમાં તેમના અનેક મિત્રો હતા પણ સૌથી ખાસ હતા સલમાન ખાન. વાજિદના નિધનના સમાચાર સાંભળી બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનને પણ મોટો આંચકો લાગ્યો છે. સલમાન ખાને ટ્વીટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.

સલમાને ટ્વિટ કરી લખ્યું કે, વાજિદ હું તને હંમેશા પ્રેમ કરતો રહીશ, તારી ઇજ્જત કરીશ. તને યાદ કરીશ અને ખૂબ મિસ કરીશ. તારા ટેલેન્ટને પણ. તને મારો પ્રેમ અને તારીપ સુંદર આત્માને શાંતિ મળે.

જોઈ શકાય છે કે, સલમાનના આ ટ્વિટમાં મિત્રને ગુમાવવાનું દુઃખ સ્પષ્ટ છલકે છે. નોંધનીય છે કે લૉકડાઉન દરમિયાન રિલીઝ થયેલું ખૂબ જાણીતું ગીત ભાઈ ભાઈ સાજિદ-વાજિદે જ કમ્પોઝ કર્યું હતું. સલમાને પોતાના અનેક પ્રોજેક્સ્શમાં આ જાણીતી જોડીની સાથે કામ કર્યું છે. બીજી તરફ વાજિદના નિધન બાદ બોલિવૂડની ખૂબ જ ખાસ જોડી તૂટી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Culture Canvas Entertainment (@culturecanvas.ent) on

એક સમય તો એવો પણ આવ્યો હતો કે વાજિદ ખાન સલમાન ખાનનો અવાજ બની ગયા હતા. સલમાન ખાનની એક પછી એક ફિલ્મો ફ્લોપ થતી રહેતી હતી ત્યારે તેમની ફિલ્મ વોન્ટેડ આવી હતી. વોન્ટેડ બાદ સલમાન ખાને પાછું વળીને જોયું નથી. સલમાનની આ નવી યાત્રામાં વાજિદ ખાનનો પણ મહત્વનો રોલ રહ્યો છે. વોન્ટેડ ફિલ્મનું એક ગીત મેરા હી જલવા તો એવું હિટ થયું કે દસ વર્ષ સુધી સલમાન ખાનજી કરિયર 10 વર્ષની વધી ગઈ હતી. પણ વાજિદ ખાને સલમાન માટે તુજે અક્સા બીચ ઘુમા દું આ ચલતી ક્યા એ તો ખાસ જગ્યા બનાવી દીધી હતી.

 

View this post on Instagram

 

#rip #wajidkhan ☹️🖤🥀

A post shared by #TulikaGitam (@tulikagitam) on

સાજિદ-વાજિદે સાથે અનેક હિટ ગીતો આપ્યા છે. વાજિદે લોકડાઉન દરમિયાન સલમાન ખાન માટે ‘ભાઈ ભાઈ’ ગીત કમ્પોઝ કર્યું હતું. સલમાન ખાને આ ગીત લખીને કમ્પોઝર મિત્રો સાજિદ-વાજિદને મોકલ્યું હતું અને તેમણે એક જ દિવસમાં ગીતની ટ્યૂન બનાવી દીધી હતી. વાજિદ ખાને કમ્પોઝ કરેલું આ અંતિમ ગીત છે.

 

View this post on Instagram

 

A post shared by Mubeen Shaikh مُبینؔ شیخ ✒ (@urduthoughtsdiaries) on

વાજિદ ખાને ‘હુડ હુડ દબંગ’, ‘ફેવિકોલ સે’, ‘ચિંતા તા તા ચિતા ચિતા’ સહિતના ઘણા હિટ ગીતો આપ્યા હતા. જણાવી દઈએ કે, પિતાના માર્ગદર્શનમાં જ બંને ભાઈઓએ સંગીતની પ્રાંરભિક તાલીમ લીધી હતી. તેમના નાના ઉસ્તાદ ફૈયાઝ અહેમદ ખાન સાહેબને પદ્મ શ્રી મળ્યો હતો. વાજિદ ખાનના લોહીમાં જ સંગીત હતું. તેઓ પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ શરાફત ખાનના દીકરા હતા.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray:

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.