સલમાન ખાનની સાથે CISFએ એવો શું વર્તન કર્યું કે લોકો આખો ફાડી ફાડીને જોતા રહી ગયા

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ચાહકો તેમને ‘દબંગ ખાન’ તરીકે ઓળખે છે. સલમાન ખાનને બોલીવુડના સૌથી એગ્રેસિવ સુપરસ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે વાસ્તવિક જીવનમાં પણ સલમાન ખાનનો પારો ખૂબ ઝડપથી વધે છે અને તે ગુસ્સામાં ઘણી વખત તેમના નિયંત્રણમાંથી બહાર નીકળી જાય છે. જોકે વાસ્તવિકતા એ છે કે સલમાન ખાન હંમેશા પરિસ્થિતિ અનુસાર કામ કરતા હોય છે.

ચાહકો સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મ ‘ટાઈગર 3’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાન અને કેટરીના કૈફ શુક્રવારે આ ફિલ્મના શૂટિંગ માટે રશિયા જવા રવાના થયા હતા અને આજથી તેઓએ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. ધમાકેદાર એક્શન સિક્વન્સ સાથે શૂટિંગ શરૂ થયું છે. સલમાન બ્લુ ડેનિમ અને લાલ શૂઝ સાથે બ્લેક ટી-શર્ટમાં ખૂબ જ ડેશિંગ લાગતા હતા.

સલમાન અને કેટરીનાએ થોડા સમય પહેલા મુંબઈમાં ‘ટાઈગર 3’ નું શૂટિંગ કર્યું હતું. કેટલાક મહત્વના ભાગોનું શૂટિંગ કર્યા બાદ સલમાન અને કેટરીના નિર્દેશક મનીષ શર્મા સાથે રશિયા જવા રવાના થયા છે. બોલીવુડ હંગામાના અહેવાલ મુજબ ‘ટાઇગર 3’નું શૂટિંગ હાલમાં સેટ પીટર્સબર્ગમાં થઇ રહ્યું છે.

રશિયાનું શેડ્યૂલની શરૂઆત કાર ચેઝ એક્શન સિક્વન્સથી થઇ છે. ભારત અને રશિયાના યુનિટ કોવિડ -19 સલામતી ગાઇડલાઇન્સની વિશેષ કાળજી લઈ રહ્યા છે. તેમજ રશિયાની ઓથોરિટી ખાસ કાળજી લઈ રહી છે કે શૂટિંગમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. રિપોર્ટ અનુસાર આદિત્ય ચોપરાએ કહ્યું છે કે મહામારી પર પ્રતિબંધ મુકાયા બાદ પણ તેઓ ફિલ્મના સ્કેલ સાથે સમાધાન કરશે નહીં.

કાર ચેઝ વાળો સિક્વન્સ આદિત્યના ફિલ્મના વિઝનને ધ્યાનમાં રાખીને શૂટ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મને મોટા પડદા પર જોવી ખૂબ જ શાનદાર રહેશે. રિપોર્ટ અનુસાર રશિયાનું શેડ્યૂલ પૂર્ણ થયા બાદ સલમાન ખાન કેટરિના અને ટાઇગર 3ની આખી ટીમ તુર્કી અને ઓસ્ટ્રેલિયા જશે. રશિયા બાદ આ ફિલ્મનું શૂટિંગ તુર્કી અને ઓસ્ટ્રેલિયામાં થશે.

સલમાન ખાનની ફિલ્મમાં ઇમરાન હાશ્મી નેગેટિવ રોલમાં જોવા મળશે. તે પ્રથમ વખત સલમાન અને કેટરીના સાથે કામ કરવા જઈ રહ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો રશિયાના શેડ્યૂલનો ભાગ નથી. તે ટીમને તુર્કીના શેડ્યૂલમાં જોડાશે.

જણાવી દઈએ કે ‘ટાઈગર 3’ વર્ષ 2022માં રિલીઝ થશે. તે વર્ષ 2022ની સૌથી મોટી બોલીવુડ ફિલ્મોમાંની એક હશે. આ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. વર્ષ 2012માં પહેલી ફિલ્મ ‘એક થા ટાઈગર’ આવી હતી. તે પછી 2017માં ‘ટાઇગર જિંદા હૈ’ આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

વીડિયોમાં તમે જોઈ શકો છો કે સલમાન તેના કૃ મેમ્બર સાથે એરપોર્ટમાં અંદર જઈ રહ્યો હતો પણ જેવો એ એટનરન્સ ગેટ પર પહોંચ્યો, તેને CISF ના જવાને હાથનો ઈશારો કરીને ઉભું રહેવાનું કહ્યું. જો કે સલમાને તેમની વાત માનીને ચેકીંગ કરવા માટે ઉભો રહી ગયો. વાયરલ થયેલા આ વિડીયો જોઈને લોકો સલમાનની ગજબ તારીફ કરી રહ્યા છે અને તેમના આ કામને સેલ્યુટ કરી રહ્યા છે.

Patel Meet