જન્મ દિવસની પાર્ટીમાં પહોંચેલા સલમાન ખાને ગાડીમાંથી ઉતરતી વખતે મીડિયાને જોતા જ ખિસ્સામાં મૂકી દીધો કાચનો ગ્લાસ, વીડિયો થયો વાયરલ

બોલીવુડની થતી પાર્ટીઓ હંમેશા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. આ પાર્ટીઓમાં બોલીવુડના ઘણા બધા સિતારાઓ અલગ અલગ અંદાજમાં નજર આવતા હોય છે ત્યારે હાલમાં જ ફિલ્મ નિર્માતા મુરાદ ખેતાનીએ તાજેતરમાં મુંબઈની એક રેસ્ટોરન્ટમાં જન્મદિવસની ભવ્ય પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં સલમાન ખાન, કાર્તિક આર્યન, કૃતિ સેનન, રવિના ટંડન તેના પતિ, મુકેશ છાબરા, અનીસ બઝમી, સાઈ માંજરેકર અને અન્ય સેલેબ્સ સાથે હાજર હતા.

સલમાન ખાને આ સમગ્ર ઘટનાની લાઈમલાઈટ ચોરી લીધી હતી. તેના કેઝ્યુઅલ લુકમાં પણ તે એકદમ કિલર લાગતો હતો. જો કે, કારમાંથી નીચે ઉતરતા જ ભાઈજાને કંઈક એવું કર્યું, જેના પછી તે જોરદાર ટ્રોલ થવા લાગ્યો. ઈવેન્ટ માટે, બોલિવૂડના દબંગ ખાને વાદળી ડેનિમ્સ અને શૂઝ સાથે મળીને ગ્રે ફુલ-સ્લીવ ટી-શર્ટ પસંદ કરી.

વાયરલ થઈ રહેલો આ વીડિયો Wooplaના ઓફિશિયલ ઈન્સ્ટા હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે સલમાન ખાનને કારમાંથી નીચે ઉતરતા જોઈ શકો છો. સલમાન ખાન તેની કારમાંથી નીચે ઉતરે છે અને તેના જીન્સના ખિસ્સામાં ગ્લાસ રાખે છે, જે તેણે તેના હાથમાં પકડ્યો હતો. આ દરમિયાન અભિનેતાની સ્ટાઈલ અને તેનો સ્વેગ જોવા જેવો છે.

આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સની પણ તેના પર જોરદાર પ્રતિક્રિયા આવી રહી છે. અભિનેતાએ જે રીતે ખિસ્સામાં ગ્લાસ રાખ્યો છે તે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, “બંદૂક માટે લાયસન્સ લેવામાં આવ્યું હતું, ભાઈ પાણીના ગ્લાસ સાથે ચાલી રહ્યા છે”.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

તો અન્ય એક યુઝરે લખ્યું, “ભાઈ તો ફુલ ટુન્ન છે”. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું છે, “દારૂ લઈને આવ્યો છે કે શું ઘરેથી”. આ રીતે, આ વીડિયો સામે આવ્યા બાદ, સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે અને સતત સવાલ પૂછી રહ્યા છે કે સલમાન ખાન ઘરમાંથી કાચનો ગ્લાસ લઈને કેમ ચાલ્યો આવ્યો અને તેને ખિસ્સામાં કેમ રાખ્યો.

Niraj Patel