બોલીવુડના મોટા ડાયરેક્ટર આનંદ પંડિતના જન્મ દિવસની પાર્ટીમાં લાગ્યો સ્ટાર્સનો જમાવડો, વર્ષો પછી અભિષેક અને સલમાન ખાન મળ્યા ગળે, જુઓ

ઐશ્વર્યાના પતિ અભિષેક બચ્ચન સાથે સલમાન ખાનનો થયો સામનો, બંનેએ એકબીજાને લગાવ્યા ગળે

Salman Khan hugs Abhishek bachhan : બોલીવુડની પર્ટીઓની રોનક જ કંઈક અલગ હોય છે, તેમાં સ્ટાર્સનો જમાવડો જોવા મળે છે અને મહેફિલ જામતી હોય છે. ત્યારે એવી જ એક પાર્ટી ગતરોજ યોજાઈ. જેમાં પણ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ ફિલ્મ નિર્માતા આનંદ પંડિત ગઈકાલે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા હતા. આવતીકાલે નિર્માતાનો 60મો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ ખાસ અવસર પર આનંદના ઘરે મોટા મોટા સ્ટાર જોવા મળ્યા. જેમાં શાહરૂખ ખાનથી લઈને અમિતાભ બચ્ચને પોતાની હાજરીથી સાંજને વધુ સુંદર બનાવી હતી.

અભિષેક અને સલમાને એકબીજાને લગાવ્યા ગળે :

આ સ્ટાર-સ્ટડેડ મેળાવડાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. પરંતુ આ દરમિયાન એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ વાયરલ વીડિયોમાં સલમાન ખાન ઐશ્વર્યા રાયના પતિ અભિષેક બચ્ચનને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે. સલમાન ખાન પાર્ટીમાં સ્ટેજ પર ચઢતાની સાથે જ તેનો સામનો સૌથી પહેલા અમિતાભ બચ્ચનનો થાય છે. બિગ બીને જોઈને સલમાન ખાને તરત જ તેમને ગળે લગાવી દીધા. આ પછી ભાઈજાન અભિષેક બચ્ચનને પણ ગળે લગાવે છેઅને એકબીજા સાથે વાત પણ કરે છે.

વાયરલ થયો વીડિયો :

આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચકચાર મચી ગઈ છે. આ વીડિયો જોઈને ફેન્સ ખૂબ જ આશ્ચર્યમાં છે. સોશિયલ મીડિયા યુઝર્સ બંને સ્ટાર્સની વિવિધ કોમેન્ટ્સને એન્જોય કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું, ‘આ શું જોવાનું છે..’ તો અન્ય એક યુઝરે કહ્યું કે સલમાન ખાન પૂછી રહ્યો છે કે તે તેની ગર્લફ્રેન્ડ સાથે સારી રીતે ચાલે છે કે નહીં…’ જ્યારે એક સોશિયલ મીડિયા યુઝરે બંને સ્ટાર્સ વચ્ચેની આ વાતચીતને ડબ કરવાની માંગ પણ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સલમાન સાથે થયું હતું ઐશ્વર્યાનું બ્રેકઅપ :

તમને જણાવી દઈએ કે એક સમય એવો હતો જ્યારે ઐશ્વર્યા રાય અને સલમાન ખાન એકબીજાને ડેટ કરતા હતા. પરંતુ ત્યારબાદ ઐશ્વર્યાનું સલમાન ખાન સાથે બ્રેકઅપ થઈ ગયું. ઐશ્વર્યા-સલમાનના બ્રેકઅપની કહાની જાણીતી છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે સલમાન ઐશ્વર્યાને મારતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel