સલમાન ખાને એવું તો શું કહ્યું કે કાશ્મીરા શાહ ને જુડવા બચ્ચા પેદા થયા, જુઓ
કાશ્મીરા શાહ એ ટીવી અને બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાંથી એક છે જે એક્ટિંગની સાથે સાથે ડાન્સ માટે પણ જાણિતી છે. હાલમાં જ કાશ્મીરા બિગ બોસ 14માં થોડા સમય માટે નજરે પડી હતી, પરંતુ તે થોડા સમય માટે જ જોવા મળી હતી. જો કે, થોડા સમયમાં જ તેણે ઘણી પ્રશંસાઓ મેળવની લીધી હતી. એટલું જદ નહિ પરંતુ તે આજ-કાલ તેના બોલ્ડ ફોટોશુટને કારણે પણ ચર્ચામાં છે.
તમને જણાવી દઇએ કે, આ તસવીરો તેના પતિ કૃષ્ણા અભિષેકે સોશિયલ મીડિયા પર શેર કરી છે. કાશ્મીરા તેના પતિ કૃષ્ણાને ખૂબ જ પ્રેમ કરે છે અને આ કપલે તેમના જીવનમાં ઘણા દુ:ખ સહન કર્યા છે. જો કે, તે વખતે સલમાન ખાને તેમની ઘણી મદદ કરી હતી.
કાશ્મીરાએ વર્ષ 2013માં કૃષ્ણા અભિષેક સાથે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ તેમને માતા બનવાનું સુખ સરળતાથી પ્રાપ્ત ન થયું. 14 વાર અસફળ થયા બાદ તેમને સલમાન ખાનની સલાહ અને વિજ્ઞાનનો સહારો લીધો. સલમાન ખાનની એક સલાહથી કાશ્મીરા અને કૃષ્ણાના જીવનમાં ખુશી છવાઇ ગઇ.

લગ્ન બાદ લાખો પ્રયત્ન થતા તે માં ન બની શકી. એક ઇન્ટરવ્યુમાં કાશ્મીરાએ જણાવ્યુ હતુ કે, તેને 14 વાર ગર્ભધારણ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેે સફળ થઇ શકી નહિ. પ્રેગ્નેન્ટ ન થઇ શકવાને કારણે કાશ્મીરા અને કૃષ્ણાએ IVF (આઇવીએફ) ની મદદ લીધી પરંતુ તેનાથી પણ કંઈ થઇ શક્યુ નહિ. કાશ્મીરાએ જણાવ્યુ કે, આ બધા પ્રયત્ન પછી સલમાન ખાને તેમને સરોગેસીના સલાહ આપી અને જે તેમના માટે વરદાન રૂપ સાબિત થઇ.

કૃષ્ણા અને કાશ્મીરા મે 2017માં જુડવા બાળકોના પેરેન્ટ્સ બન્યા. બાળકોનો જન્મ સરોગેસીની મદદથી થયો. કાશ્મીરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેણે 1996માં એક તેલુગુ ફિલ્મમાં આઇટમ નંબરથી ડેબ્યુ કર્યુ હતુ. તે બાદ ફિલ્મ યસ બોસમાં તેને નાનો રોલ મળ્યો હતો. ત્યાર બાદ પ્યાર તો હોના હી થા, હિંદુસ્તાન કી કસમ, હેરાફેરી, આંખે, મર્ડર અને વેકઅપ સિડ જેવા ફિલ્મોમાં તેણે કામ કર્યું છે.