બીજા માળેથી નીચે જ પડવાનું હતુ 7-8 મહિનાનું બાળક કે ત્યારે થઇ ગયો ચમત્કાર, વીડિયો વધારી દેશે ધબકારા

એક સેકન્ડ પણ થઇ જતુ મોડુ, બારીમાંથી લટકેલુ હતુ બાળક, તે લોકો ભગવાન બનીને આવ્યા જેમણે બાળકને બચાવ્યુ

તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી, અહીં એક બાળક બાલકનીમાં લાગેલા પ્લાસ્ટિકના શીટ પર પહોંચી ગયું હતું. બાલ્કનીમાં પ્લાસ્ટિકની શીટ પર ફસાયેલા બાળકને કેવી રીતે બચાવવામાં આવ્યુ તેનો વીડિયો સામે આવ્યો છે. આ દરમિયાન કેટલાક લોકો બિલ્ડીંગની નીચે બેડશીટ લઈને ઉભેલા પણ જોવા મળી રહ્યા છે. જો કે કેટલાક લોકો પહેલા માળની બારી પર ચડ્યા અને 2 મિનિટની જહેમત બાદ બાળકને બચાવ્યો.

આ પછી ઘટનાસ્થળે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. બાળક ધીમે ધીમે પ્લાસ્ટિકની શીટ પર લપસી રહ્યો હતો જો કે પહેલા માળે રહેતા પાડોશીઓ તેમની બારીમાંથી ચડ્યા અને બાળકનો જીવ બચાવ્યો. આ દરમિયાન સામેની બિલ્ડીંગમાં રહેતા કોઇએ આ સમગ્ર ઘટનાને પોતાના ફોનમાં કેદ કરી હતી. વાસ્તવમાં વેંકટેશ-રામ્યા કપલ ચેન્નઈ નજીકના અવાડીમાં એક એપાર્ટમેન્ટમાં રહે છે. તેમને કિરણમયી નામની 7-8 મહિનાની પુત્રી છે.

સવારે રાબેતા મુજબ રામ્યા બાલ્કની પાસે ઊભી રહીને બાળકને દૂધ પીવડાવી રહી હતી. ત્યારે બાળક બાલ્કનીમાંથી નીચે પડી ગયુ. જો કે સદનસીબે બાલ્કનીની નીચે છાપરું હતું અને બાળક તેના પર પડ્યુ. આ સમયે બાળકની માતા રમ્યાએ ચીસો પાડી. આ પછી પડોશીઓ ત્યાં આવી પહોંચ્યા અને બાળકીને જોઈને ચોંકી ઉઠ્યા. જો કે ફાયર બ્રિગેડ આવવાની રાહ ન જોતા એપાર્ટમેન્ટના લોકોએ પોતાના ઘરેથી મોટા ધાબળા અને ગાદલા લાવીને જમીન પર પાથર્યા અને જો બાળક નીચે પડે તો તેને પકડવાની વ્યવસ્થા કરી.

બાળક ધીમે ધીમે લપસીને છતની ધાર પર પહોંચી ગયુ હતુ. જો તે એક ઇંચ પણ ખસી ગઇ હોત તો નીચે પડી હોત. આ જોઈને ત્યાં હાજર લોકો ભયથી ચીસો પણ પાડી રહ્યા હતા. ત્યારે ત્યાં હાજર હરિ નામનો યુવક બહાદુરીથી ઘરની બાલ્કનીમાંથી બહાર આવ્યો અને ઝડપથી બાળકનો પગ પકડીને તેને બચાવી લીધો.

Shah Jina