અમેરિકામાં કાર અકસ્માતમાં મોતને ભેટેલ 3 ગુજરાતીઓ મહિલાઓ સંબંધી, દેરાણી-જેઠાણીનો સંબંધ- ધ્રુજાવી દે તેવી તસવીરો જુઓ

અમેરિકામાં થયેલા એક ભયાનક કાર અકસ્માતમાં 3 ગુજરાતીઓ મહિલાઓના મોત નિપજ્યા હતા, અને એકની હાલત ગંભીર છે. સાઉથ કેરોલિનાના ગ્રીનવિલે કાઉન્ટીમાં 27 એપ્રિલ શનિવારના રોજ આ અકસ્માત થયો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, આ ત્રણેય મહિલાઓ ગુજરાતના આણંદ જિલ્લાની રહેવાસી હતી, (તમામ તસવીરો સૌજન્ય : દૈનિક ભાસ્કર)

આ મહિલાઓના નામ રેખાબેન પટેલ, સંગીતાબેન પટેલ અને મનીષાબેન પટેલ છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે મહિલાઓની એસયુવી હાઈવે પર નિયંત્રણ ગુમાવી પહેલા બેરિકેડ સાથે અથડાઈ અને પછી પુલ પરથી પડી અને ઝાડમાં ફસાઈ ગઈ. અકસ્માત એટલો ભયંકર હતો કે બ્રિજ પરથી નીચે પડીને કાર લગભગ 20 ફૂટ કૂદી ગઈ હતી.

ત્રણેય વચ્ચે દેરાણી-જેઠાણીનો સંબંધ હતો. ત્રણેય મહિલાઓ અમેરિકામાં પોતાના પરિવાર સાથે રહેતી હતી. મળતી માહિતી મુજબ કારમાં ચાર મહિલાઓ હતી. તેઓ એટલાન્ટાથી સાઉથ કેરોલિના જઈ રહ્યા હતા. અકસ્માત સમયે કારની સ્પીડ પણ વધુ હતી.

મૂળ આણંદના બોરસદ તાલુકાના વાસણા અને કાવિઠા ગામની મહિલાઓ વર્ષ 1985માં ભારત છોડીને અમેરિકા ગઇ હતી. ત્રણેય અમેરીકાના જ્યોર્જિયા ખાતે રહેતી હતી અને તેમની વચ્ચે દેરાણી જેઠાણીનો સંબંધ હતો. રેખાબેન અને સંગીતા બેનના પતિઓ દિલીપ પટેલ અને ભાવેશ પટેલ સગા ભાઈઓ છે જ્યારે મનીષા પટેલના પતિ રાજેન્દ્રભાઈ પિતરાઈ ભાઈ છે.

સંગીતાબેનના પિતા વિઠ્ઠલભાઈ સિવાય પરિવારના તમામ સભ્યો લગભગ 35 વર્ષ પહેલા અમેરિકામાં સેટલ થઈ ગયા હતા. સંગીતાબેન અમેરિકા ગયા પછી બે દાયકાથી ભારત આવ્યા નથી.

Shah Jina